GSTV
Home » News » પ્રથમ ફિલ્મ ‘ધડક’ માટે જાહ્નવી કપૂરને મળ્યો પ્રથમ અવોર્ડ

પ્રથમ ફિલ્મ ‘ધડક’ માટે જાહ્નવી કપૂરને મળ્યો પ્રથમ અવોર્ડ

મુંબઈ: જાહ્નવી કપૂરની પ્રથમ ફિલ્મ ‘ધડક’ 20 જુલાઈએ રિલીઝ થઈ ગઇ છે. આ ફિલ્મ બોક્સઓફિસ પર સારી કમાણી કરી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 60 કરોડ જેટલી કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં જાહ્નવી કપૂરે પાર્થવીનો રોલ પ્લે કર્યો છે. રાજસ્થાની બેંકગ્રાઉડ પર બનેલી આ ફિલ્મમાં જાહ્નવી મારવાડી ભાષા બોલતી જોવા મળી રહી છે.

‘ધડક’માં જાહ્નવીની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે અને હવે જાહ્નવીને ફિલ્મ માટે અવોર્ડ પણ મળ્યો છે. મુંબઈની તાજ લેંડ્સ એંડ હોટલમાં આયોજિત Vogue Beauty Awards 2018માં જાહ્નવીને ‘વોગ ફ્રેશ ફેસ અવોર્ડ’ મળ્યો છે. જાહ્નવીને જાણીતા ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના હસ્તે અવોર્ડ મળ્યો. એટલું જ નહીં જાહ્નવી કપૂર આ દરમિયાન પ્રથમવાર રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળી.

રેડ કાર્પેટ પર મીડિયા સાથેની વાતચીતમાં જાહ્નવી ઘણી ખુશ જોવા મળી રહી હતી. જાહ્નવી આ ઈવેન્ટ માટે ખૂબ ઉત્સાહિત હતી. વ્હાઈટ રંગના ગાઉનમાં જાહ્નવી ખૂબ સુંદર લાગતી હતી. સમારોહમાં ઉપસ્થિત તમામની નજરો જાહ્નવી પર જ હતી.

 

Related posts

આતંકી અથડામણમાં શહીદ થયા મેજર, મોટી સંખ્યામાં લોકોએ ભીની આંખો સાથે આપી વિદાય

Path Shah

ફ્રેન્ચ અબજોપતિએ સોધેબી હાઉસ અધધ આટલા અબજ ડોલરમાં ખરીદયુ

Path Shah

ઈંગ્લેન્ડની પોતાના વિશ્વ કપના ઈતિહાસની સૌથી મોટી જીત, અફઘાનિસ્તાનને 150 રનોથી હરાવ્યું

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!