સ્વર્ગીય અભિનેત્રી શ્રીદેવી આજે ભલે આપણી વચ્ચે નથી પરંતુ તેમની યાદ આજે પણ આપણા દિલમાં જીવંત છે. શ્રીદેવીનું નામ બોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં સામેલ હતું. અને હવે તેની દીકરી જ્હાનવી કપૂર પણ તેની માતાના રસ્તા પર ચાલી રહી છે. જ્હાનવી ધડક અને ગુંજન સક્સેના : ધ કારગિલ ગર્લ જેવી બોલીવૂડ ફિલ્મોમાં પોતાની અદાઓનો જલવો બતાવી ચૂકી છે.

ત્યારે હાલમાં જ જ્હાનવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક એવો ફોટો શેર કર્યો જેને જોઈને લોકોને શ્રીદેવી યાદ આવી ગઈ. જી હાં, આ ફોટોમાં જ્હાનવીની આંખો બિલકુલ શ્રીદેવી જેવી દેખાઈ રહી છે. જ્હાનવીનો આ ફોટો એવી રીતે ક્લિક થઈ રહ્યો છે. જાણે એ ફોટો શ્રીદેવીનો હોય.


જણાવી દઈએ કે, જ્હાનવી ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. અને સમયાંતરે પોતાના લેટેસ્ટ ફોટો અહીં શેર કરતી રહે છે. જ્હાનવીના શેર કરતા જ આ ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો હતો. કારણ કે ઈન્સ્ટાગ્રામ પર જ્હાનવીના 93 લાખથી પણ વધુ ફોલોઅર્સ છે.

જ્હાનવીના ફોટોને ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. લોકો તેની સુંદરતાના દિવાના છે. આ જ કારણે તેના દરેક ફોટોઝ પર લાખ લાઈક્સ તમને જોવા મળશે.

વર્કફ્રંટની વાત કરીએ તો જ્હાનવી પાસે અત્યારે અનેક ફિલ્મો છે, જેના પર તે કામ કરી રહી છે. ત્યારે રુહ અફઝા, દોસ્તાના-2 અને હેલેન ફિલ્મની હિંદી રીમેકમાં જ્હાનવી નજર આવશે.
READ ALSO
- સાવધાન! ભૂલથી પણ આ 7 ચીજવસ્તુઓને ક્યારેય તમારા ફ્રિજમાં ના મૂકતા નહીંતર…
- તમારા નસકોરાં બોલવા પાછળ ક્યાંક ઓએસએ તો જવાબદાર નથી, જાણો કઈ રીતે મેળવશો તેનાથી છુટકારો
- Suzuki Access 125ની ખરીદવું પડશે મોંઘુ, કંપનીએ કિંમતમાં કર્યો આટલા રૂપિયાનો વધારો
- પોતાની જાન ગામમાં આવે તે પહેલા યુવતીએ અધિકારીઓ પાસે બનાવડાવ્યો ગામનો નવો રસ્તો, અધિકારીઓએ પણ ખુશ થઈ કામ કરી આપ્યું
- શું તમે કરો છો Earphone નો ઉપયોગ? તો જાણી લેજો તેનાથી થતી ગંભીર બીમારીઓ વિશે…