GSTV
Home » News » એક પણ રૂપિયા વગર ઘરમાંથી બહાર નીકળી હતી જાહ્નવી, આ વ્યક્તિએ આપ્યા ઉધાર

એક પણ રૂપિયા વગર ઘરમાંથી બહાર નીકળી હતી જાહ્નવી, આ વ્યક્તિએ આપ્યા ઉધાર

શ્રીદેવી અને બોની કપૂરની લાડલી દીકરી જાહ્નવી કપૂરે તેની પહેલી જ ફિલ્મ ‘ધડક’ થી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે. જાહ્નવીના ફોટોઝ અને વીડિયો વારંવાર સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. તાજેતરમાં એક એવો વીડિયો વાયાલ બન્યો છે, જેમાં જાહ્નવી કપૂર ઘરમાંથી ક્યાક બહાર નીકળેલી છે અને તેની પાસે રૂપિયો પણ નથી, પછી તેને પોતાના ડ્રાઇવર પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે.

લોકોને આ વીડિયો ખૂબજ ગમી રહ્યો છે. તેના પાછળ એક મહત્વનું કારણ છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, જાહ્નવી ચાલીને તેની કાર તરફ જઈ રહી છે. આ દરમિયાન એક નાનકડું બાળક દોડીને જાહ્નવી પાસે જાય છે અને તેની પાસેથી પુસ્તકો ખરીદવની વિનંતિ કરે છે. જાહ્નવી હસીને કહે છે કે તેની પાસે પૈસા નથી.

આટલું કહીને જાહ્નવી પોતાની કારમાં બેસી જાય છે, પરંતુ બાળક કાર સુધી પહોંચી જાય છે. ત્યારબાદ જાહ્નવી ડ્રાઇવર પાસેથી પૈસા લઈ બાળકને આપે છે અને હસીને બાય પણ કહે છે. બાળક પણ ખુશ થઈને ‘બાય દીદી’ કહે છે.

સોશિયલ મીડિયામાં લોકો બાળક સાથે જાહ્નવીના વ્યવહારનાં વખાણ કરી રહ્યાં છે. જાહ્નવીની પ્રોફેશનલ લાઇફની વાત કરીએ તો, અત્યારે તે IAF પાયલટ ગુંજન સક્સેનાના જીવન પર આધારિત ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મનું નામ કારગિલ ગર્લ છે. જાહ્નવી ફિલ્મ રૂહીઆફજામાં પણ કામ કરી રહી છે. આ ફિલ્મમાં જાહ્નવી સાથે રાજકુમાર રાવ જોવા મળશે.

જાહ્નવી કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ, રણવીર સિંહ, કરીના કપૂર ખાન, વિક્કી કૌશલ, ભૂમિ પેડનેકર અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળશે.

Related posts

જેટલીના નિધન માટે આ કેન્સર છે કારણ, કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી સર્જરી કરાવી પણ છતાં તબિયત ન સુધરી

Mayur

સરકાર મદદ કરે કે ન કરે, બહુ જલદી ફરીથી ઊભો થશે ઓટો ઉદ્યોગ: મારુતિ

NIsha Patel

67 વર્ષની ઉંમરે નિધન પામેલા અરૂણ જેટલી અગણિત રોગો સામે સંઘર્ષ કરી રહ્યા હતા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!