મહિલા જનધન ખાતેદારોના ખાતામાં 500 રૂપિયાનો બીજો હપ્તો સોમવારથી મળવાનો શરૂ થઈ જશે. કોરોનાના કહેર વચ્ચે ગરીબોને મદદ માટે નાણામંત્રી નિર્મલા સીતારમણે 26 માર્ચના રોજ મહિલા જનધન ખાતેદારોના ખાતામાં એપ્રિલથી ત્રણ મહિના સુધી 500-500 રૂપિયાની મદદ કરવાની જાહેરાત કરી છે.

પીએમ ગરીબ કલ્યાણ પેકેજ અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજનાના મહિલા ખાતેદારોને 500 રૂપિયા મે મહિનાનો હપ્તો બેંકમાં જમા કરાવામાં આવશે. તેમણે જણાવ્યુ હતું કે, લાભાર્થીઓેને પૈસા ઉપાડવા માટે એક સિસ્ટમ બનાવી છે. તેના મુજબ જ બેંક શાખા અથવા ગ્રાહક સેવા કેન્દ્રમાં જઈ પૈસા ઉપાડી શકશો. આ પૈસાને એટીએમમાંથી પણ ઉપાડી શકાશે. શાખામાં ભીડ એકઠી ન થાય તે માટે આ રકમ પાંચ દિવસના અંતરાલ બાદ નાખવામાં આવશે.
આ તારીખથી ઉપાડી શકશો પૈસા
જે મહિલાનો ખાતા નંબર છેલ્લેથી અંક 0 અથવા 1 છે- 4 મે 2020
જે મહિલાનો ખાતા નંબર છેલ્લેથી અંક 2 અથવા 3 છે- 5 મે 2020
જે મહિલાનો ખાતા નંબર છેલ્લેથી અંક 4 અથવા 5 છે-6 મે 2020
જે મહિલાનો ખાતા નંબર છેલ્લેથી અંક 6 અથવા 7 છે-8 મે 2020
જે મહિલાનો ખાતા નંબર છેલ્લેથી અંક 8 અથવા 9 છે-11 મે 2020
11 મે બાદ કોઈ પણ મહિલા ગમે તે સમયે રૂપિયા ઉપાડી શકશે
READ ALSO
- સૌથી મોટા સમાચાર: ગુજરાતના પૂર્વમંત્રી વસુબેન ત્રિવેદી સહિત પરિવારના 4 સભ્યો કોરોનાથી સંક્રમિત, હોસ્પિટલમાં સારવાર હેઠળ
- PM Awas Yojana: હજુ સુધી નથી મળી સબસિડી તો આ છે કારણ! આટલી ભૂલો સુધારી લેશો તો મળશે યોજનાનો લાભ
- પીએમ મોદીનો વર્ષ 2020 પછીનો પ્રથમ વિદેશ પ્રવાસ, આ તારીખે જઈ રહ્યા છે બાંગ્લાદેશ
- આલિયા ભટ્ટના રોજિંદા જીવનનો ભાગ છે આ આયુર્વેદિક નિયમ, જુવાન અને ફિટ રહેવા માટે કરો ફોલો
- વિશ્વવિખ્યાત મકબરા તાજમહેલમાં બોમ્બ હોવાના સમાચારથી મચી અફરાતફરી, ફોર્સ આવી એક્શનમાં