GSTV

મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પુત્ર સમિતિએ અચાનક રેડ કરતા અનેક લાલીયાવાડી આવી સામે

Last Updated on November 21, 2019 by

જુનાગઢ મગફળી ખરીદ કેન્દ્ર પર ખેડૂત પુત્ર સમિતિએ અચાનક જ જનતા રેડ કરી હતી. જેમાં મસમોટા ગફલાઓ સામે આવ્યા હતા. બાદમાં તંત્રના અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી અને સ્થળ પર આવી ખેડૂતોની વાત સ્વીકારવી પડી હતી.મગફળીની ખરીદી દરમ્યાન 30 કિલો મગફળી બારદાનમાં ભરવાની હોય છે. જે બારદાનમાં મગફળી ભરવામાં આવે છે તેનું વજન 750 ગ્રામથી લઇ 850 ગ્રામ સુધીનું હોય છે. જેથી 30 કિલો 750 ગ્રામ મગફળી ભરવાની હોય છે. પરંતુ તંત્ર દ્વારા બારદાનની અંદર ૩૧ કિલો મગફળીની ભરતી કરવામાં આવતી હતી. જેથી 250 થી લઇ 300 ગ્રામ સુધીની મગફળી વધારાની લઈ લેવામાં આવતી હતી. આ બાબતની જાણ ખેડૂત પુત્ર સમિતિને થતાં અચાનક જનતા રેડ કરતા સમગ્ર ચોંકાવનારી હકીકતો સામે આવી. તંત્રએ તાબડ તોબ ખરીદી બંધ કરી દિધી હતી.

ખેડૂત પુત્ર સમિતિની જનતા રેડ બાદ અધિકારીઓને પરસેવો છૂટી ગયો હતો. તાબડતોબ પુરવઠા મામલતદાર ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતો અને આગેવાનોને દબાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ખેડૂત પુત્ર સમિતિ ટસની મસ ન થતા ઉચ્ચકક્ષાએથી માર્ગદર્શન મેળવી ખેડૂતોની વ્યાજબી માગણી સ્વીકારવી પડી હતી. જેમાં બારદાનનુ જે વજન હોય તેના પર 30 કિલો જ મગફળી ભરવામાં આવે. મગફળીની ખરીદીમાં ચાલતી લોલંલોલ ખેડૂત આગેવાનોની જાગૃતતાથી બંધ થઈ હતી. આવું તો કેટલી જગ્યાએ ચાલતું હશે. તેવા સવાલો ખેડૂત પુત્ર સમિતિએ ઉઠાવ્યા છે.

READ ALSO

Related posts

પેન્શનરો ધ્યાન આપે! આ અધિકારીઓ રેકોર્ડ કરી શકે છે તમારું જીવન પ્રમાણપત્ર, સરકારે કરી નિયુક્તિ

Vishvesh Dave

હવસખોર હેવાન પતિ: અશ્લીલ વીડિયો જોયા પછી પિશાચ બની જતો અને હું શારીરીક સંબધ બાંધવાની ના પાડતી તો મને રાક્ષસની જેમ ફટકારતો

pratik shah

વડોદરા: ડેન્ગ્યું અને ચિકનગુનિયાના રોગે શહેર આખાને ભરડામાં લીધું, હજારોની સંખ્યામાં નોંધાયા કેસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!