GSTV

ગર્ભવતી મહિલાઓની ડિલીવરીનો ખર્ચ ઉઠાવશે મોદી સરકાર, જાણો આ ખાસ યોજનાનો લાભ લેવા કયા ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

ગર્ભવતી

જનની સુરક્ષા યોજના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત એક સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ છે. તેનો હેતુ ગરીબ ગર્ભવતી મહિલામાં સુરક્ષિત પ્રસવને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્ર સરકાર તેના માટે ગર્ભવતી મહિલાઓને આર્થિક મદદ કરે છે. આ યોજનાનો લાભ ફક્ત ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓ જ લઇ શકે છે. જનની સુરક્ષા યોજના અંતર્ગત સરકાર દ્વારા ગર્ભવતી મહિલાઓને બે કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ લેવા માટે ગર્ભવતી મહિલાને સરકારી હોસ્પિટલ અથવા માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવી જરૂરી છે. આ યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી ધનરાશિ સીધી લાભાર્થીના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. તેથીન ગર્ભવતી મહિલાઓનું બેંક એકાઉન્ટ હોવુ ફરજિયાત છે અને બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક હોવુ પણ ફરજિયાત છે. ચાલો તમને જણાવીએ જનની સુરક્ષા યોજના વિશે વિગતે….

જનની સુરક્ષા યોજના માટે મહિલાઓની બે કેટેગરી

ગ્રામીણ ક્ષેત્રોની ગર્ભવતી મહિલાઓ

જનની સુરક્ષા યોજના અંતર્ગત ગ્રામીણ મહિલાઓ, જે ગર્ભવતી છે અને ગરીબી રેખા નીચે જીવન ગુજારે છે, તેમને સરકાર દ્વારા 1400 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત આશા સહયોગીને પ્રસવ પ્રોત્સાહન માટે 300 રૂપિયા અને પ્રસવ બાદ સેવા પ્રદાન કરવા માટે 300 રૂપિયા આપવામાં આવે છે.

શહેરી વિસ્તારની ગર્ભવતી મહિલાઓ

આ યોજના અંતર્ગત શહેરી વિસ્તારની ગરીબ ગર્ભવતી મહિલાઓને ડિલિવરીના સમયે 1000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત આશા સહયોગીને પ્રસવ પ્રોત્સાહન માટે 200 રૂપિયા અને ડિલિવરી બાદ સેવા પ્રદાન કરવા માટે 200 રૂપિયા પ્રદાન કરવામાં આવે છે.

ગર્ભવતી

જનની સુરક્ષા યોજનાનો હેતુ

ગરીબી રેખા નીચે જીવન પસાર કરતી મહિલા ગર્ભાવસ્થાના સમયે પોતાની સ્વાસ્થ્ય સંબંધિત જરૂરિયાતોને પૂરી નથી કરી શકતી. ગ્રામીણ ક્ષેત્રોમાં ચિકિત્સા સુવિધાઓની ઉપલબ્ધતા હજુ પણ ઘણી મુશ્કેલ છે. આ તમામ મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારે આ યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા સરકાર માતાઓના મૃત્યુદરને ઘટાડવાની સાથે નવજાતના મૃત્યુદરમાં પણ ઘટાડો લાવવા માંગે છે. તેનાથી ગરીબ મહિલાઓ પણ હોસ્પિટલમાં સુરક્ષિત ડિલીવરી કરાવી શકે જેથી માતા અને નવજાત શિશુ કટોકટીની સ્થિતિમાંથી બચી શકે.

જનની સુરક્ષા યોજનાની વિશેષતાઓ

આ યોજના 100 ટકા કેન્દ્ર પ્રાયોજિત યોજના છે અને રોકડ સહાયતાને એકીકૃત કરે છે. આ યોજનાને આશા વર્કર્સને માન્યતા પ્રાપ્ત સામાજિક સ્વાસ્થ્ય કાર્યકર્તા રૂપે ઓળખ આપી છે. જે ગર્ભવતી મહિલાઓ આંગણવાડી ચિકિત્સકો અથવા આશા વર્કરની મદદથી ઘરે બાળકને જન્મ આપે છે, તેમને 500 રૂપિયાની રકમ મળશે. બાળકની ફ્રી ડિલિવરી બાદ પાંચ વર્ષ સુધી માતા અને બાળકના રસીકરણને લઇને તેમને જાણકારી આપવામાં આવે છે અને ફ્રી રસીકરણ કરવામાં આવે છે. આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવનાર તમામ મહિલાઓને ઓછામાં ઓછી ડિલિવરી પહેલાની બે પૂર્વ તપાસ ફ્રીમાં કરવામાં આવે છે. આ ઉપરાંત આશા અને આંગણવાડી કાર્યકર્તા ડિલિવરી બાદના સમયમાં પણ તેમની મદદ કરે છે.

ગર્ભવતી

જનની સુરક્ષા યોજનાની લાયકાત

આ યોજના અંતર્ગત દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની ગર્ભવતી મહિલાઓ રજીસ્ટ્રેશન કરાવી શકે છે. સરકાર દ્વારા આ યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને ત્યારે આર્થિક મદદ આપવામાં આવે છે જ્યારે તે 19 વર્ષ અથવા તેથી વધુ ઉંમરની હોય. યોજના અંતર્ગત રજીસ્ટર્ડ મહિલાઓને ફક્ત સરકારી હોસ્પિટલ અથવા સરકાર દ્વારા પસંદ કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલમાં જ ડિલિવરી કરાવવાની રહેશે. ફક્ત બે બાળકોના જન્મ માટે ગર્ભવતી મહિલાઓને ચિકિત્સા તથા અન્ય આર્થિક સુવિધાઓ સરકાર તરફથી આપવામાં આવશે. આ યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતી મહિલાઓને જ લાભ આપવામાં આવશે.

યોજનાનો લાભ લેવા માટે આ ડોક્યુમેન્ટ્સની પડશે જરૂર

અરજદારનું આધાર કાર્ડ, બીપીએલ રાશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, એડ્રેસ પ્રુફ, જનની સુરક્ષા કાર્ડ, હોસ્પિટલ દ્વારા જારી ડિલીવરી સર્ટિફિકેટ, બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબર અને પાસપોર્ટ સાઇઝ ફોટો.

Read Also

Related posts

વડાપ્રધાન મોદી પર બની રહી છે વધુ એક ફિલ્મ: મોદીના જન્મદિવસ પર થશે રિલીઝ, આ કલાકાર નિભાવશે પીએમનું પાત્ર

Pravin Makwana

અતિ અગત્યનું/ હવે ઘરબેઠા મળી જશે ડ્રાઈવિંગ લાઈસન્સ : આરસી સહિતની 18 સેવાઓ સરકારે આજે ઓનલાઈન કરી, ધક્કા ટળ્યા

Pravin Makwana

જમ્મુ-કાશ્મીર ફરવા જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે આવી ખુશખબર, ધરતીનું સ્વર્ગ પ્રવાસીઓ અને સહેલાણીઓને આવકારવા માટે આતુર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!