‘જન-ગણ-મન યાત્રા’ પર નિકળેલા CPI નેતા અને JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાં ફરીવાર ભારે વિરોધનો સામનો કરવો પડ્યો છે. લખીસરાયમાં ગાંધી મેદાનમાં સભા માટે પહોંચેલા કનૈયા કુમાર પર એક યુવકે વિરોધ વ્યક્ત કરતા ચપ્પલ ઉછાળી. જો કે બાદમાં પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવીને કસ્ટડીમાં લીધો.

પ્રાપ્ત વિગતો અનુસાર લખીસરાયના ગાંધી મેદાનમાં કનૈયા કુમાર સોમવારે જનસભા સંબોધિત કરવા પહોંચ્યા. આ દરમિયાન કનૈયાની સભામાં હોબાળો થયો અને વિરોધ વચ્ચે એક યુવકે કનૈયાના મંચ તરફ ચપ્પલ ઉછાળી. જે બાદ કનૈયાના સમર્થકોએ યુવકની ધોલાઈ કરી ત્યાં હાજર પોલીસે આરોપી યુવકને ભીડથી બચાવ્યો અને કસ્ટડીમાં લીધો અને મારના લીધે ઘાયલ થયેલા યુવાનને પોલીસ હોસ્પિટલ લઈ ગઈ.

કનૈયા કુમાર તરફ ચપ્પલ ઉછાળનારા યુવાનનું કહેવું છે કે, કનૈયા દેશનો ગદ્દાર છે. તે દેશમાં દંગા કરાવવા માંગે છે. સાથે જ તેણે કહ્યું કે, વામપંછી વિચારધારા કામ નહી આવે. અમે તેને કોઈ પણ કિંમતે નહી છોડીએ.
READ ALSO
- અમદાવાદ / શહેરના યુવાનો કરે છે આ દવાનો નશો, SOGએ ઝડપી પાડ્યો મોટો જથ્થો
- મ્યાનમાર / નોબેલ પારિતોષિક વિજેતા આંગ સાન સુ ચીને વધુ 6 વર્ષની સજા, ભ્રષ્ટાચારનો છે આરોપ
- જબરદસ્તી ભારે પડી/ વરરાજાને પરાણે લાડુ ખવડાવવા કન્યાને ભારે પડ્યા, વરરાજાને આવ્યો ગુસ્સો આવતાં દુલ્હને સપનામાં પણ વિચાર્યું નહીં હોય તેવા કર્યા ખરાબ હાલઃ વીડિયો થયો વાયરલ
- મિશન 2022 / ત્રણ દિવસના પ્રવાસે આવશે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, મહત્વપૂર્ણ મુદ્દાઓ પર થશે ચર્ચા
- મીકા સિંહની થનારી દુલ્હન આકાંક્ષા પુરીએ બતાવ્યો પોતાનો બોલ્ડ લુક, બ્લેક મોનોકિનીમાં પાણીમાં જ લગાવી દીધી આગ