GSTV
Home » News » જામનગરની રિદ્ધિ રૂપારેલ અને નેહા ચાવડા બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં દેશનું નામ રોશન કરવા તૈયાર

જામનગરની રિદ્ધિ રૂપારેલ અને નેહા ચાવડા બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં દેશનું નામ રોશન કરવા તૈયાર

જામનગરે સલીમ દુરાનીથી માંડીને રવેન્દ્ર જાડેજા સુધીના ક્રિકેટરો દેશને આપ્યા છે. ત્યારે જામનગરની બે મહિલા ક્રિકેટરો આગામી દિવસોમાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં પણ ઉજ્જવળ દેખાવ કરીને દેશનું નામ રોશન કરવા તૈયાર છે.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં આખા ભારતમાંથી કુલ પાંચ મહિલા ક્રિકેટરોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી બે મહિલા ક્રિકેટરની પસંદગી જામનગરમાંથી કરવામાં આવી છે. ત્યારે તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે. જામનગરમાં રહેતી રિદ્ધિ રૂપારેલ તેમજ નેહા ચાવડાએ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં સ્થાન મળ્યુ છે.

રિદ્ધિ રૂપારેલના પિતા પણ ક્રિકેટ રમવાના શોખિન હતા અને દીકરીને ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કરતા હતા. રિદ્ધિ અંડર 17 અને અંડર 19 મા ટીમની કેપ્ટન પણ રહી ચૂકી છે.

Read Also

Related posts

એ ધારાસભ્યો ઈતિહાસમાં સમાજના ગદ્દાર તરીકે ઓળખાશે: મેવાણી

Arohi

83માં જન્મદિવસે અનોખી ઉજવણી, રિબડાના મહિપતસિંહ જાડેજાના જીવતા મરસિયા ગવાશે

Mayur

Video: અમદાવાદમાં યુવકની હોસ્પિટલમાં જ સરાજાહેર હત્યા, હોસ્પિટલ તંત્રનું અકળ મૌન

Arohi
Do NOT follow this link or you will be banned from the site!