GSTV
Jamnagar Trending ગુજરાત

વકિલ કિરીટ જોશીના હત્યા કેસમાં કેન્ડલ માર્ચ યોજાઈ : શહેરના અગ્રણીઓ જોડાયા

જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યા થયાને નવ દિવસ વીતી ગયા હોવા છતાં હત્યારાઓના કોઈ સગડ મળ્યા નથી. ત્યારે આજે જામનગરના વકીલ મંડળ દ્રારા શહેરીજનોને સાથે રાખી એક રેલી અને કેન્ડલ માર્ચ યોજી હતી. શહેરમાં યોજાયેલી રેલીમાં જામનગર વકીલ મંડળના સભ્યો, ગુજરાત હાઈકોર્ટના વકીલ, સાંસદ સભ્ય પૂનમ માડમ, ધારાસભ્ય હકુભા જાડેજા ઉપરાંત સામાજિક અને વેપારી અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. જામનગરના લાલ બંગલા સર્કલથી જે જગ્યા પર હત્યાનો બનાવ બન્યો ત્યાં સુધી મૌન રેલી યોજવામા આવી હતી અને ત્યારબાદ કેન્ડલ પ્રગટાવી વકીલ કિરીટ જોશીને શ્રદ્ધાંજલિ પાઠવવામા આવી હતી. વકીલ કિરીટ જોશીના હત્યા કેસની સીબીઆઈ તપાસ કરવાની માંગ કરવામા આવી હતી અને સાથે સાથે વકીલ મંડળને પણ અપીલ કરી હતી કે, જે હત્યારાઓ ઝડપાઈ ત્યારે તેના બચાવમાં કોઈ વકીલ કેસ લડે નહીં.

CRICKET.GSTV.IN

Related posts

દાદીએ પોતાના ગરબાથી ઈન્ટરનેટ પર મચાવી ધૂમ, એનર્જી જોઈ સારા-સારા ડાન્સર્સ રહી ગયા દંગ

Damini Patel

શું તમે પણ માઈગ્રેનથી પરેશાન છો? જાણો તેના લક્ષણો, કારણ અને બચવાના ઉપાય

Hemal Vegda

મહારાષ્ટ્રમાં મહાભારત/ એકનાથ શિંદે ક્યારે પણ શિવસેના પર કબજો નહિ જમાવી શકે, જાણો શું છે સંવિધાનની જોગવાઇ

Karan
GSTV