GSTV
Home » News » નિયમ કે મનમાનીઃ પરિક્ષા આપવા માટે શાળામાં વિદ્યાર્થી બે મિનિટ મોડા પડતા…

નિયમ કે મનમાનીઃ પરિક્ષા આપવા માટે શાળામાં વિદ્યાર્થી બે મિનિટ મોડા પડતા…

આજે જીપીએસસી દ્વારા રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષા રાજ્યમાં કુલ 15 જિલ્લાઓમાં યોજવામાં આવી હતી. જેમાં જામનગરમાં હરિયા સ્કૂલ ખાતે યોજાયેલી પરિક્ષામાં બહારગામથી આવતા વિદ્યાર્થીઓ 11 : 02 કલાકે પરીક્ષા ખંડમાં પહોંચ્યા હતા એટલે કે નિયત સમય કરતાં 2 મિનિટ મોડા પહોંચ્યા હતા.

ત્યારે શાળાના પરીક્ષાના નિરીક્ષકો દ્વારા તેમને પરીક્ષામાં બેસવા દેવા પર પ્રતિબંધ મુકાયો હતો.વિદ્યાર્થીઓ દ્વારા નિરીક્ષકોને વિનંતીઓ કરવા છતાં તેઓને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેને લઈને ખંભાળિયાના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ તેમજ અનેક આગેવાનો શાળા પર દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ વહીવટી તંત્ર દોડતું થયું હતું.

પરીક્ષા સંચાલકો સાથે વાતચીત કરીને મામલો થાળે પાડવાના પ્રયત્નો કરાયા હતા. પરંતુ પરીક્ષા સંચાલકો એક ના બે ના થયા અને તેઓએ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો ન હતો. જેના કારણે પરિક્ષાર્થીઓની એક વર્ષની કરેલી મહેનત પર પાણીમાં ગઇ હતી.

READ ALSO

Related posts

અફઘાન સેનાની “એરસ્ટ્રાઈક”, બોમ્બથી ઉડાવ્યા 28 તાલિબાની આતંકીઓ

Mansi Patel

ટેક ઓફ પહેલા પ્લેનની વિંગ પર ચઢીને યુવકે મચાવ્યું દંગલ, મચી ગઈ અફડા-તફડી

Path Shah

Twitter જણાવશે આખરે કેમ દેખાય છે This Tweet is unavailableનો મેસેજ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!