GSTV

ઉપલેટાથી ટ્રકમાં બેસીને દંપતી આવી ગયા જામનગર, પોલીસને ખબર પડી ગઈ અને…

PSI

જામનગરનું એક દંપતી ઉપલેટાથી કોઈ પણ મંજૂરી વિના ટ્રકમા બેસી ને જામનગરમાં ઘુસી આવતાં પોલીસે પકડી પાડી બંને સામે ગુનો નોંધ્યો છે. અને ક્વૉરેન્ટાઈન કર્યા છે. જામનગર તાલુકાના ઠેબા ગામની મહિલા અને પુરુષ કે જેઓને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી તેનો ભંગ કરીને બહાર નીકળતા તેઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

મંજૂરી વિના ટ્રકમાં બેસીને જામનગરમાં ઘૂસી આવ્યા

જામનગરમાં બેડેશ્વર નજીક હાડકાના કારખાના પાસે રહેતા હૈદર હુસેનભાઇ મિયાણા અને તેની પત્ની સહેનાજબેન હૈદર ભાઈ કે જેઓ ઉપલેટા થી કોઈપણ પ્રકારની મંજૂરી વિના ટ્રકમાં બેસીને જામનગરમાં ઘૂસી આવ્યા હતા, જે દંપતી ને પોલીસે પકડી પાડયા છે, અને બંને સામે જિલ્લા કલેક્ટરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે. ઉપરાંત બન્ને ને ક્વૉરેન્ટાઈન કરી દીધા છે.

જામનગરમાં પણ કર્યુ ક્વોરેન્ટાઈનના નિયમોનું ભંગ

આ ઉપરાંત જામનગર તાલુકાના ઠેબા ગામના વતની અને હાલ સુરત વરાછા વિસ્તારમાં રહેતા ભાવનાબેન દિનેશ ભાઈ વસોયા (ઉ.વર્ષ ૪૨) અને કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામના વતની અને હાલ ઠેબામાં રહેતા નિલેશભાઈ ભીખુભાઈ વાટલીયા (ઉંમર વર્ષ ૩૨) કે જેઓ ને હોમ ક્વૉરેન્ટાઈન કરાયા પછી પણ તેનું ઉલ્લંઘન કરીને બહાર નીકળ્યા હોવાથી જામનગર પોલીસે બંનેને પકડી પાડયા હતા, અને તેઓ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી ફરીથી હોમ ક્વૉરેન્ટાઈન કરાયા છે.

Read Also

Related posts

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા આજે વધુ 7 વિસ્તારને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા

Nilesh Jethva

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ દુર્ઘટના મામલે 5 ડોક્ટરો સામે ગુન્હો દાખલ

Nilesh Jethva

હેરિટેજ સીટીની વાતો વચ્ચે અમદાવાદની ઓળખસમાં 125 જૂના એલિસબ્રિજની જાળવણીમાં તંત્ર નિષ્ફળ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!