GSTV

અનલોક-1ની અમલવારી સાથે જ મુસાફરોની મોટાપાયે અવરજવર શરૂ, જામનગરમાં 42 રૂટ પર દોડાવાઈ બસો

ST બસો

જામનગરના એસટી ડિવિઝન દ્વારા આજે લોક ડાઉન ૪ની પુર્ણાહુતી પછી અને અનલોક -૧ના પ્રારંભની સાથે એસટી બસોને દોડતી કરી દેવામાં આવી છે. જામનગરના એસ.ટી ડેપો પર થી આજે જુદા જુદા ૪૨ રૂટ પર એસટી બસોને રવાના કરવામાં આવી રહી છે અને મુસાફરોની પણ મોટાપાયે અવર જવર જોવા મળી રહી છે.

૧ જૂનથી એસ.ટી.ના મોટાભાગના રૂટ શરૂ

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનલોક-૧ ની અમલવારી સાથે ૧ જૂનથી એસ.ટી.ના મોટાભાગના રૂટ શરૂ કરવા માટેની જાહેરાત કરાયા પછી જામનગરના એસ.ટી ડેપો પર આજે જામનગર થી રાજકોટ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, સહિતના તમામ રૂટ પર એસ.ટી બસો દોડતી કરાવવામાં આવી છે. અને લક્ઝરી બસો પણ શરૂ થઈ ગઈ છે. જામનગર થી ઉપડતી જુદી જુદી ૪૨ જેટલી બસોના રૂટ આજથી શરૂ કરી દેવાયા છે.

જામનગરના એસ.ટી ડેપોમાં મુસાફરોની પણ ભારે અવરજવર

જામનગરના એસ.ટી ડેપોમાં મુસાફરોની પણ ભારે અવરજવર જોવા મળી રહી હતી, અને એસ.ટી તંત્ર દ્વારા સોશિયલ ડિસ્ટનસ જળવાયેલું રહે, અને બસની અંદર ૬૦ ટકા મુસાફરોને બેસાડવા ની સગવડતા  થાય તે રીતે આયોજન કરીને એસટી બસો રવાના કરવામાં આવી હતી. જોકે જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં ચાલતી એસટી બસ હજુ શરૂ કરવામાં આવી નથી. માત્ર જુદા જુદા તાલુકા મથકોએ તેમ જ અન્ય જિલ્લાઓમાં બસને દોડતી કરાવી છે. ગુજરાત રાજ્ય બહાર એક પણ બસ મોકલવામાં આવતી નથી.

Read Also

Related posts

ગુજરાતમાં કોરોનાનો નવો રેકોર્ડ : 5.33 લાખ લોકો હોમ ક્વોરંટિન, કોઈના ઘરે જતાં 10 વાર વિચારજો

pratik shah

હોસ્પિટલમાં ફાયરસેફ્ટી નહીં હોય તો મર્યા, હાઈકોર્ટના આદેશ બાદ સરકારે લીધો આ નિર્ણય

pratik shah

ગોતા, ચાંદલોડિયા અને ચાંદખેડા અમદાવાદના છે નવા કોરોનાના હોટસ્પોટ, વધી રહ્યાં છે મહામારીના કેસો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!