GSTV

જામનગરમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મ: અપહરણ બાદ બળાત્કાર, આરોપી પોલીસના શકંજામાં

જામનગર શહેર અને જિલ્લામાં સામુહિક ગેંગરેપ ઉપરાંત બળાત્કાર અંગેની ત્રણ ફરિયાદો નોંધાઈ ચુકી છે. ત્યારે સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આરોપીને પકડી લીધા પછી તેની સામે દુષ્કર્મ ગુજારવાના ગુનાની કલમનો ઉમેરો કર્યો છે.

સગીરાનું 5 ઓક્ટોબરે થયું હતું અપહરણ

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી 17 વર્ષની એક સગીરાનું ગત પાંચમી તારીખે અપહરણ થઈ ગયું હતું. ગુમ થનારના પરિવારજનોને જાણકારી મળી હતી કે સગીરાને સાવન મનોજભાઈ શાહ નામના 19 વર્ષનો શખ્સ કે જે હાલ ગુલાબનગરના યોગેશ્વરનગર વિસ્તારમાં રહે છે, અને ઈલેક્ટ્રીકની દુકાનમાં સેલ્સમેન તરીકે કામ કરે છે. તે પ્રેમ સંબંધ બાંધી ઉઠાવી ગયો છે, તેવી જાણકારી મળી હતી.

સગીરાના પિતાએ કરી પોલીસ ફરિયાદ

આથી પોલીસે સૌપ્રથમ સગીરાના પિતાની ફરીયાદના આધારે આરોપી સાવન સામે પોક્સો એક્ટની કલમ અને અપહરણનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા બંનેની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. અને કચ્છ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યા પછી પોલીસે સકંજો વધારતાં બંને લોકો જામનગરના સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં હાજર થઇ ગયા હતા.

આરોપીએ ઉઠાવ્યો મિત્રતાનો ગેરલાભ

પોલીસે સગીરાનું નિવેદન નોંધ્યા પછી તેણીને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં મોકલી આપી છે. તેણીએ છેલ્લા એકાદ વર્ષથી આરોપી સાથે મિત્રતા હોવાની કબૂલાત કરી છે, જ્યારે આરોપીએ તકનો લાભ લઈને સગીરાના ઘરમાં જ ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું કબુલ્યુ હતુ

પોલીસે આરોપીને ઝડપી કાયદેસર કાર્યવાહી કરી

જેથી પોલીસે આરોપી સાવનની અટકાયત કરી લઈ  કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતા સૌ પ્રથમ અપહરણના ગુનામાં ધરપકડ કરી લીધી છે, જ્યારે તેની સામે દુષ્કર્મ ગુજારવાના અંગેની કલમનો ઉમેરો પણ કર્યો છે. આ બનાવને લઇને શહેરમાં ચકચાર જાગી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

અમદાવાદના આ 28 વિસ્તારમાં કોરોનાએ મચાવ્યો કહેર, જાણો કઈ કઈ સોસાયટીને જાહેર કરાઈ માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન

Nilesh Jethva

લોકડાઉન અને વાવાઝોડાના કારણે ગુજરાતની 25 હજાર જેટલી ફિશિંગ બોટ પર રોજી રોટી રળતા માછીમારો મુશ્કેલીમાં મુકાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!