GSTV

50 વર્ષોથી જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ભર ચોમાસે તંત્રએ હટાવી દેતા રોષ

જામનગરમાં ચોમાસાની શરૂઆત થતા જ તંત્ર ગરીબો પર તૂટી પડ્યું. જામનગરમાં વર્ષોથી રહેલી ઝૂંપડપટ્ટી હટાવવામાં આવી રહી છે અને ત્યાં રહેતા લોકો બેસહારા બન્યા છે. જામનગર પ્રદર્શન ગ્રાઉન્ડમાં આવેલી ઝૂંપડપટ્ટી હટાવી અને ગરીબોને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા. તેમને રહેવા માટેની કોઈ વ્યવસ્થા ન કરાતા શ્રમિકો રોષે ભરાયા છે.

આ તો મારું ઘર હતું

  • પણ મારે જ મારા નાના હાથથી આ બાંધેલા ઝૂંપડાને તોડવું પડી રહ્યું છે
  • દરેકના માતાપિતાના મુખમાં એક જ શબ્દો હતા સાહેબ અમારે નાના છોકરા છે અમે કયા જઇશું ?
  • સાહેબ અમે અહીંયા આટલા વર્ષોથી રહીએ છીએ, અમે કયા જઈશું ?

જાવ તમારી રીતે તમારી વ્યવસ્થા કરી લો

વરસાદ આવવાની તૈયારી છે. અમે કયા જાય અમને ક્યાંક રહેવાની વ્યવસ્થા કરી દો તો તમારી મહેરબાની. આત્મનિર્ભરતાની વાતો વચ્ચે છેલ્લા 50 વર્ષોથી જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા આ લોકોને તંત્રએ હટાવી દીધા. જાણે કહી દીધું કે જાવ તમારી રીતે તમારી વ્યવસ્થા કરી લો. કોરોનાના આવા કપરા કાળમાં બેકારી છે તેવા સમયે અચાનકથી તંત્રને યાદ આવ્યું કે આ સરકારી જગ્યા પર દબાણ છે. જેથી અધિકારીઓ ગાડીઓ લઇ આ ગરીબો પર તૂટી પડ્યા અને તેમની ઝૂંપડપટ્ટીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી.

ગરીબોના ઝૂંપડા હટાવીને તેને હાંકી કાઢવામાં આવ્યા

એક તરફ ચોમાસું આવ્યુ છે ત્યારે કોઈપણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર જ આ ગરીબોના ઝૂંપડા હટાવીને તેને હાંકી કાઢવામાં આવ્યા છે. આ ઝૂંપડપટ્ટીમાં અંદાજીત 200 થી 250 લોકો રહેતા હતા. હવે તેઓ બેઘર બની ગયા છે તેમના માટે એવી સ્થિતી છે કે તેઓ જાયે તો જાયે કહા. બેઘર બની ગયેલા આ ગરીબ લોકો વિષે GSTV દ્વારા જ્યારે મામલતદાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરાયો ત્યારે મામલતદારે મને કાંઈ ખબર નથી એમ કહીને ચાલતી પકડી. સરકારી જગ્યા પરનું દબાણ દૂર કરવું એ તંત્રની ફરજ છે. પરંતુ આ ગરીબોની કોઇપણ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની શું તંત્રની ફરજ નથી. પણ ન જાણે કેમ માનવતા નામનો શબ્દ જામનગર તંત્રને ભુલાઈ જ ગયો છે અને હાલ તો આ ગરીબ લોકો માટે નીચે ધરતી અને ઉપર આકાશ જેવી સ્થિતી થઇ છે.

READ ALSO

Related posts

દિવસે યોજાનારા લગ્ન પ્રસંગોને લઇને રાજ્ય સરકારનો મોટો નિર્ણય, નિયમોમાં થયો આ મહત્વપૂર્ણ બદલાવ

Bansari

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!