GSTV
Jamnagar Trending ગુજરાત

જામનગર : શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં એટલા રૂપિયા ઉડ્યા કે ગણનારા થાક્યા, એક રાત પણ ઓછી પડી

જામનગરના પ્રદર્શન મેદાનમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે, જેની સાથે સાથે પ્રતિદિન રાત્રિના ગુજરાતભરમાંથી જુદા જુદા સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર, લોકગાયકો વગેરેને જામનગરના મહેમાન બનાવીને તેઓની કલાકૃતિ મંચ પરથી રજૂ કરી રહ્યાં છે. જેનો જામનગરની જનતાને વિશેષ લાભ આપવામાં આવી રહ્યો છે, અને સતત પાંચ દિવસ સુધી પ્રત્યેક કાર્યક્રમમાં કલાકારોની કલાથી પ્રભાવિત થઈને યજમાન પરિવાર અને તેમના કુટુંબીજનો ઉપરાંત બહારગામથી આવનારા મહેમાનો વગેરેએ ભારે નોટોનો વરસાદ કર્યો છે.

તેમાંય ખાસ કરીને ગઈકાલે રાત્રે કિર્તીદાનભાઈ ગઢવી, કિંજલબેન દવે, અને નિશાબેન બારોટના કંઠેથી રજૂ થયેલા લોકસંગીત અને દાંડીયારાસના કાર્યક્રમમાં એવી તે જમાવટ હતી, કે જામનગર ઈતિહાસમાં સૌથી મોટો કહી શકાય તેવો કાર્યક્રમ રહ્યો હતો, અને મોટા પ્રમાણમાં ચલણી નોટોનો કલાકારો ઉપર વરસાદ કરવામાં આવ્યો હતો.

જામનગરના હકુભા જાડેજાના પરિવાર તથા તેમના સગાસંબંધીઓ, ઉપરાંત પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજા, જામનગરના અગ્રણી બિલ્ડર એવા મેરામણભાઇ પરમાર, ઉપરાંત રાજ્યભરમાંથી આવેલા અન્ય ધારાસભ્યો તથા જાડેજા પરિવારના નિકટવર્તી સહિતના મહેમાનો દ્વારા એવો તે નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, કે ચોતરફ નોટોના ઢગલા થઈ ગયા હતા. ૫૦૦ના દરની ઉપરાંત ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ સહિતની તમામ ચલણી નોટોના નવા નક્કોર બંડલો જ એકીસાથે ઉડતા જોવા મળ્યા હતા. કથા મંડપના એક સ્થળે કોથળા ભરી ભરીને ચલણી નોટો ઠાલવવામાં આવી હતી અને તેને ગણવા માટેની આયોજકોની ટીમ ચલણી નોટો એકત્ર કરતાં જ થાકી ગઈ હતી. ઉપરાંત ચલણી નોટો ગણવા માટે સમગ્ર રાત્રિ પણ ટૂંકી પડી હતી. જે પણ એક જામનગર માટેનો નવો કીર્તિમાન છે.

Read Also

Related posts

દાહોદમાં લૂંટના ઈરાદે હત્યા : ઝાલોદમાં બાઈકસવાર દંપતી પર લૂંટારૂઓએ હુમલો કરતા મહિલાનું મોત, પોલીસે તપાસ હાથ ધરી

Hardik Hingu

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla
GSTV