GSTV

10 વર્ષની વિદ્યાર્થીનીને સારા માર્ક્સ આપવાની લાલચે શાળામાં બોલાવી નરાધમ આચાર્યએ કર્યા અડપલાં, 55 વર્ષના ઢગાને પોલીસે પકડ્યો

અડપલાં

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં શિક્ષણ જગતને લાંછન લગાડે તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થીનીને સારા માર્ક્સ આપવાની લાલચે શાળામાં બોલાવી નરાધમ આચાર્યએ વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલા કર્યાની ફરિયાદ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. પોલીસે તાત્કાલીક અસરથી 55 વર્ષના ઢગા શાળાના આચાર્યની અટકાયત કરી લીધી છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના પાંચદેવડા ગામમાં જ રહેતી અને નાના પાંચદેવડા ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી 10 વર્ષની કુમળી વયની એક વિદ્યાર્થીની કેજે પરમ દિને સવારે પોતાની શાળાએ અભ્યાસ કરવા માટે ગઈ હતી.

આચાર્યએ બાળકીના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવી કર્યા અડપલા

ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે ત્યારે પ્રાથમિક શાળાના આચાર્ય બાબુભાઈ નગાભાઈ પટેલે વિદ્યાર્થિનીને સારા માર્ક્સ આપવાના બહાને સ્કૂલમાં બોલાવી હતી, અને ત્યાર પછી બાળકીના શરીર સાથે અડપલા કરી તેણીના પ્રાઇવેટ પાર્ટ્સ પર હાથ ફેરવ્યા હતા. જેથી વિદ્યાર્થીની ડઘાઇ ગઇ હતી અને તુરંત ભાગીને પોતાના ઘેર પહોંચી માતાને સમગ્ર બનાવની જાણ કરી હતી.

આ બનાવ પછી સગીરાના પિતા મોડેથી રાત્રિના ઘેર આવતા તેને પણ આખી વાતની જાણ કરી હતી, અને આખરે સમગ્ર મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

અડપલાં

જ્યાં વિદ્યાર્થિનીના પિતા દ્વારા ગઈકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં પોતાની પુત્રી સાથે અડપલાં કરવા અંગે આચાર્ય સામે ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમ તરત જ હરકતમાં આવી ગઈ હતી, આચાર્ય બાબુભાઈ નગાભાઈ પટેલની પોક્સો એક્ટની કલમ તેમજ અડપલા કરવા અંગેની જુદી- જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો, અને તાત્કાલિક અસરથી જ અટકાયત કરી લીધી હતી.

જેનો કોવિડ ટેસ્ટ કરાવતાં નેગેટિવ રિપોર્ટ આવ્યો હોવાથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે, અને વધુ પુછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવે સમગ્ર કાલાવડ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

Read Also

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!