GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

કેવી રીતે ભણશે ગુજરાત? શાળાઓમાં રમતગમત માટે નથી મેદાનો, શિક્ષકોની મોટા પ્રમાણમાં ઘટ

શાળા

જામનગર શહેરમાં નગર પ્રથામિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓમાં શિક્ષકોની ઘટ્ટ છે. તો રમવા માટે મેદાન પણ ઘણી શાળાઓમાં નથી. ત્યારે આવો જોઈએ શું છે જામનગર શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળની શાળાઓની શું છે સ્થિતિ? વિદ્યાર્થીઓની સંખ્યાની સામે કેટલી છે શિક્ષકોની સંખ્યા ? જોઈએ આ અહેવાલમાં.

શાળા

રમતગમત સાથે ખાસ કરીને ક્રિકેટ સાથે જામનગરનો ખુબ જ જુનો સંબંધ છે. પરંતુ હવે બાળકોના રમવા માટે શાળાઓમાં પૂરતા મેદાન પણ નથી. આમાં પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ ત્રણ કેટેગરી બનાવવામાં આવી છે. એક મોટા મેદાન વાળી શાળા, મધ્યમ મેદાન વાળી શાળા અને એક મેદાન વગરની શાળા. શહેરમાં ઘણી નાના મેદાનવાળી છે. આ શાળાઓમાં બાળકો બેસીને નાસ્તો કરી શકે અને હર ફર કરી શકે તેટલી જ જગ્યા હોય છે. જામનગરમાં 45 શાળાઓમાંથી માત્ર ચાર જ શાળાઓમાં મોટા મેદાન વાળી શાળા છે. જ્યારે 33 શાળાઓ નાના મેદાન વાળી શાળાઓ છે. તો 8 શાળાઓ તો એવી છે કે જેમાં બાળકો માટે નાનું કે મોટું કોઈ મેદાન જ નથી.

જામનગરમાં કુલ 45 શાળાઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ આવેલી છે. જેમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ત્રણ શાળાઓ, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે 42 શાળાઓ આવેલી છે. આ 45 શાળાઓમાં અભ્યાસ કરતાં કુલ વિદ્યાર્થીઓ 12,416 છે. તેમના માટે કુલ 416 વર્ગો છે અને તેમને ભણાવવા 401 શિક્ષકોનું સેટપ મંજૂર થયેલ છે. તેમની સામે કામ કરતાં શિક્ષકોની સંખ્યા 349 જ છે. જેમાં કુલ 52 શિક્ષકોની ઘટ્ટ છે. 12,416 વિદ્યાર્થીઓ માટે માત્ર 4 વ્યાયામ શિક્ષકો છે. 45 શાળાઓ માટે કુલ 23 એચ. ટાટ આચાર્ય છે.

1998 અને 2000માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ કુલ 62 શાળાઓ કાર્યરત હતી. જેમા અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને અંદાજીત સંખ્યા 18,500 હતી. હવે 2022માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 45 શાળાઓ છે અને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા 12,400ની આસપાસ છે. ત્યારે એમ કહી શકાય કે દર વર્ષે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા બંધ થાય છે અને વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર ઘટાડો થતો જાય છે.

આ વાત માત્ર જામનગર મહાનગરપાલિકાની હતી પરંતુ રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો કુલ 2500થી 3000 શિક્ષકોની ઘટ હોવાનું ખુદ નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખે જણાવ્યું છે.

સરકાર શિક્ષણ નીતિને લઈને જે મોટા મોટા બણગાઓ ફૂંકી રહી છે તો બીજી તરફ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ પર મોટા પાયે રાજનીતિ થઇ રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

મોટા વાયદા/ ગુજરાતને એગ્રી કલ્ચર સ્ટેટ જાહેર કરાશે : 3 લાખનું દેવું માફ અને ખેડૂતોને 10 કલાક મળશે વીજળી

GSTV Web Desk

BIG NEWS : ગુજરાતના 6 પોલીસ અધિકારીઓ સહિત 151 પોલીસ કર્મીઓને આ વર્ષે મળશે સન્માન, કેન્દ્ર સરકારે નામની કરી જાહેરાત

GSTV Web Desk

ગુજરાત હાઇકોર્ટનો હુકમ: મુસ્લિમ પત્નીએ હિન્દુ પતિ સાથે જવાનો ઇન્કાર કર્યો, બાળકની કસ્ટડી પિતાને સોંપવાનો કોર્ટનો આદેશ

Binas Saiyed
GSTV