જામનગરની ગ્રામ્ય બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેરઃ વલ્લભ ધારવિયા હતા MLA

vallabh dharaviya jamanagar

જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવવાની તારીખ જાહેર કરી દેવાઈ છે. જેમાં 23 એપ્રિલના દિવસે જ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવવામાં આવશે. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક પરથી ચૂંટાયા હતા.

કોંગ્રેસના ધારાસભ્ય પદેથી સાથે છેડો ફાડનારા વલ્લભ ધારવિયા ભાજપમાં જોડાયા છે. વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપ્યાની ગણતરીની મિનીટો બાદ તેઓ હવે ભાજપ કાર્યાલય કમલ પહોચ્યા હતા. અને આધિકારીક રીતે ભાજપમાં જોડાયા હતા.

જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીના હસ્તે વલ્લભ ધારવિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સાથે જ જીતુ વાઘાણીએ તેમને મોં પણ મીઠું કરાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં ટાંટીયા ખેંચ ચાલતી હતી. તેમણે પોતાને ભાજપનો સૈનિક ગણાવ્યા હતા. અને પોતાનું ગોત્ર ભાજપનું હોવાનું પણ કહ્યું. અને કોંગ્રસે પર ચાબખા મારતા કહ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસમાં જોડાયા પછી ખબર પડી કે કોંગ્રેસ દેશને લૂંટનારી પાર્ટી છે. કોંગ્રેસ પરિવારવાદની પાર્ટી હોવાનો પણ આક્ષેપ વલ્લભ ધારવિયાએ લગાવ્યો.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter