GSTV

આશ્ચર્ય: જામનગર પોલીસે ઝડપી પાડ્યો એક એવો ઠગ જેના નિશાને હતા માત્ર મેડિકલ સ્ટુડન્ટ, કરી હતી 500 લેપટોપની ચોરી

જામનગર બી-ડિવિઝન પોલીસે મેડિકલના વિદ્યાર્થીઓ પ્રત્યે ખુન્નસના કારણે 500થી વધુ લેપટોપની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. થોડા દિવસ અગાઉ જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજની પી.જી. હોસ્ટેલમાં અલગ અલગ રૂમોમાંથી છ લેપટોપની ચોરી થઈ હતી.

પોલીસ

500થી વધુ લેપટોપ ચોરનાર શખ્સ ઝડપાયો

ચોરીનો બેદ ઉકેલવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી. જેમાં 500થી વધુ લેપટોપની ચોરી કરનાર શખ્સ ઝડાપાયો છે. તમીલ સેલ્વન નામનો આ શખ્સ ચેન્નઈમાં અભ્યાસ કરતો હતો. ત્યારે ત્યાંની મેડીકલ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓએ મહિલા સ્ટુડન્ટની સ્પાય કેમેરાથી અશ્લીલ તસ્વીરો અને વિડીયો બનાવ્યા હતા.

મેડિકલ સ્ટુડન્ટ્સ પર ખુન્નસ રાખી કર્યું કાળું કામ

ભોગ બનનાર વિદ્યાર્થિનીઓમાં એક વિદ્યાર્થિની તમિલ સેલ્વનની ફ્રેન્ડ પણ હતી. જેથી આ શખ્સના મનમાં મેડીકલ સ્ટુડન્ટ સાથે ખુન્નસ હતું અને તેના કારણે જ તેને અલગ અલગ મેડીકલ કોલેજના સરનામાંઓ ગુગલ પરથી મેળવી ત્યાં પહોચી જતો હતો અને ત્યાં તબીબી અભ્યાસ કરતા સ્ટુડન્ટના જ માત્ર લેપટોપ ચોરી કરતો હતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

યો યો હનીસિંહનું નવું ગીત ‘સઈયાં જી’ થયું રિલિઝ, નુસરત ભરૂચાના ડાંસે યુટ્યૂબ પર મચાવી દીધી ધૂમ

Karan

દારૂની બાતમીને આધારે પોલીસે પાડી રેડ, મળી આવ્યું કંઈક એવું કે જોઈ પોલીસ પણ ચોંકી ગઈ

Pritesh Mehta

બરોડા ભાજપનો ક્રાંતિકારી નિર્ણય, ટ્રાન્સજેન્ડરને બનાવ્યા પેજ પ્રમુખ, 100થી વધુને સોંપાઈ કામગીરી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!