GSTV

આ જિલ્લામાં ચા અને પાનના ગલ્લા બંધ કરાવવામાં આવતા વેપારીઓમાં ભારે રોષ

જામનગરમાં પાનના ગલ્લા અને ચાની કીટલીઓ બંધ થતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે કોરોના સંબંધિત પગલા માત્ર પાન અને ચા ના વેપારીઓ સામે કેમ લેવામાં આવે છે. આ મામલે ટી સ્ટોલ એસસોસિએશન દ્વારા કલેક્ટર અને મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે.

સાથે જ તંત્ર આ નિર્ણય પર ફેર વિચારણા કરે તેવી વેપારીઓની માગ છે. ઉપરાંત સોસિયલ ડિસટન્સ જળવાય તે માટે પાર્સલ સુવિધાથી ધંધો ચાલુ રાખવામાં આવે તેવી ટી સ્ટોલ એસોસિએશનની માગ છે. વેપારીઓનું કહેવું છે કે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જામનગર કરતા વધારે કેસ આવે છે. તેમ છતા ત્યા ચા અને પાનના વેપારીઓ પર કોઈ પ્રતિબંધ નથી. તો પછી માત્ર જામનગરમાં શા માટે રાખવામાં આવે છે.

જામનગરમાં સતત વધી રહેલા કોરોના સંકટને પગલે કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું.જેમાં પાન મસાલાની દુકાનો, લારી ગલ્લા તેમજ ચાની કીટલીઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. તારીખ 18થી 26 સુધી એટલે કે એક અઠવાડિયા સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેમજ ધ્રોલમાં પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ જો કોઈ માસ્ક વિના ઝડપાશે તો રૂપિયા 200ની જગ્યાએ 500 રૂપિયાનો દંડ ફટકારવા તરફ તંત્ર વિચાર કરી રહ્યું છે.તો બીજી તરફ તંત્રએ આર્થિક દ્રષ્ટિએ પણ વિચાર કરતા પાન તમાકુના હોલસેલ વિક્રેતાઓને દુકાનો ખુલ્લી રાખવા છૂટ આપી છે.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!