જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંના આજદિન સુધીના સૌથી ઊંચા ભાવ બોલાવ્યા છે. ખેડૂતોને પ્રતિ મણ મરચાંના રૂપિયા 10 હજારનો ભાવ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. હાપા માર્કેટિંગ યાર્ડમાં મરચાંનાં 1 હજાર 800 થી લઈને રૂપિયા 10 હજાર સુધીના ઊંચા ભાવ બોલાયા છે.

દેશી મરચાંનો ભાવ રૂપિયા 7 હજારથી લઈને 10 હજાર સુધી બોલાયો છે, તો રેવા મરચાના ભાવ 5 હજારથી લઇને રૂપિયા 5 હજાર 700 જેટલો ભાવ બોલાયો છે. સાનિયા મરચાના ભાવ 4 હજાર 200 થી 4 હજાર 700 સુધીનો રહ્યો છે. જામનગરના હાપા માર્કેટમાં લાલ સુકા મરચાની છેલ્લા દોઢ મહિનાથી આવક શરૂ થઈ છે. જેમા આજ દિવસ સુધીમાં અંદાજિત 25 હજાર મણ જેટલા લાલ સુકા મરચાની આવક થઈ છે.

સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક
સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં જીરું બાદ મગફળીમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ રૂ.1450 એ પહોંચ્યા છે. સીઝન કરતા મગફળીના ભાવમાં 200 થી 250 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. મોટાભાગના ખેડૂતોએ અત્યાર સુધીમાં મોટા ભાગની મગફળી વેચી દીધી ત્યારે જ ભાવમાં સતત વધારો દેખાયો છે. ખેડૂતોની 80 ટકા મગફળી વેચાઈ ગઈ છે. મગફળીના ભાવ હજી આવતા દિવસોમાં 1,500 એ પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મગફળીના ભાવમાં સતત વધારો થતા સીંગતેલનો ડબ્બો 2720એ પહોંચ્યો.
READ ALSO
- વિટામિન-બી12ની ઉણપને કારણે શરીરમાં જોવા મળે છે આ લક્ષણો, ભૂલથી પણ અવગણશો નહિ
- ભૂખમરાથી પાકિસ્તાનની હાલત ખરાબ, પોલ્ટ્રી ફાર્મમાંથી મરઘીઓની ચોરી કરવાના દાડા આવ્યા
- G-20 સમિટ અંતર્ગત હેરિટેજ સીટી અમદાવાદમાં દેશમાં સૌ પ્રથમવાર U20 ની બેઠક યોજાશે, વિદેશી ડેલિગેટ્સનો આ તારીખથી જમાવડોઃ જાણો સમગ્ર કાર્યક્રમ
- કૌભાંડીઓને ખાતરી છે કે ગુજરાતમાં ભાજપના શાસનમાં તેમને કંઇ થવાનું નથી, કોંગ્રેસ નેતાના આકરા ચાબખા
- BIG NEWS: જુનિયર કલાર્ક પેપર લીક કૌભાંડ, ગુજરાત ATS એ પેપર ફોડનાર જીત નાયકની ધરપકડ કરી