જામનગર રાજકોટ ધોરીમાર્ગ ફરી રક્ત રણજીત બન્યો છે. આજે પરોઢિયે શેખપાટના પાટીયા પાસે બંધ પડેલા ટ્રકની પાછળ કાર ઘુસી જતાં કારના ચાલક જામનગરના આગ્રણી ઉદ્યોગપતિનું ગંભીર ઇજા થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે. જેથી ઉદ્યોગકારના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


આ ગોઝારા અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના જાણીતા ઉદ્યોગપતિ રાજ શાંતિ મેટલ્સ વાળા શાંતિલાલભાઈ હરિયાના ભત્રીજા વિપુલભાઈ જયંતીભાઈ હરિયા, કે જેઓ આજે વહેલી સવારે ૫.૪૫ વાગ્યાના અરસામાં રાજકોટ તરફથી જામનગર આવી રહ્યા હતા. જે દરમિયાન શેખપાટ ગામના પાટીયા પાસે તેઓની કાર ધડાકા ભેર માર્ગ પર બંધ પડેલા એક ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી, અને ગોઝારો અકસ્માત સર્જાયો હતો.
READ ALSO
- અમદાવાદ / રાહદારીઓને છરો બતાવી લૂંટ કરતી ગેંગના 3 સભ્યોની ધરપકડ, 8 કેસનો ભેદ ઉકેલાયો
- સુપ્રીમ કોર્ટે ઈલેક્શન કમિશનરની નિયુક્તિની સરકારી વ્યવસ્થાને બદલવાનો નિર્ણય કર્યો, અગાઉ ચૂંટણી પંચની નિષ્પક્ષતા-વિશ્વાસ પર થતા અનેક સવાલો
- અમેરિકન ન્યૂઝ પેપર વોલ સ્ટ્રીટે ભાજપના વખાણ કર્યા, વિશ્વનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય પક્ષ ગણાવ્યો
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની WTC ફાઇનલને લઈને આ દિગ્ગજે કહી મોટી વાત, કેનિંગ્ટન ઓવલમાં આવો રહ્યો છે ભારતીય રેકોર્ડ
- Sim Card હોય તમારા ID પર અને ચલાવી રહ્યું છે કોઈ બીજું? તો આ રીતે તરત કરાવો બંધ