જામનગરના આ પરંપરાગત ગરબા જોઈને દંગ રહી જશો

જામનગરમાં નવરાત્રીની રંગત જામી છે ત્યારે શહેરના રણજીતનગરમાં આવેલી પટેલ યુવક ગરબી મંડળ આકર્ષનું કેન્દ્ર બન્યુ છે. મા અંબાની આરાધના કરવા માટે પટેલ યુવક ગરબી મંડળ દ્વારા વિશેષ રાસનું આયોજન કરવામાં આવે છે. ગરબી મંડળ દ્વારા યોજવામાં આવતા તલવાર રાસને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામા આવે છે. જેમા યુવાન દાંતરડા, મશાલ અને તલવાર લઈને રાસ રમે છે.

 

 

જામનગરની પટેલ યુવક ગરબી મંડળી દ્વારા યોજાતા રાસમાં પરંપરા અંબંધ જાળવાઈ રહી છે. રાસમાં યુવકો ખુલી તલવાર સાથે રાસ રમીને લોકોને મંત્ર મુગ્ઘ કરે છે.

માત્ર તલવાર રાસ નહીં પણ યુવક મંડળી દ્વારા મશાલ રાસનું આયોજન કરવામાં આવે છે. મશાલનો કાકડો હાથમાં લઈને યુવકો રાસની રંગત જામાવે છે. મશાલ રાસના અંતમાં જમીન પર સળગતા કપાસિયા પણ નાખવામાં આવે છે.આ ઉપરાંત અંગારા વચ્ચે યોજાતો રાસ લોકોને મંત્રમુગ્ધ કરે છે. રાસ મંડળીના યુવકો જમીન પર પડેલા અંગારા વચ્ચે મા આદ્યશક્તિની આરાધન કરે છે. રાસની તૈયારી માટે 75 જેટલા ખેલૈયાઓ બે માસ સુધી સતત તૈયારી કરે છે.

પટેલ યુવક ગરબી મંડળ દ્વારા યોજાતા રાસને નિહાળવા મોટી સંખ્યામાં લોકો આવે છે. ત્યારે આ પ્રકારના રાસનું આયોજન કરવાનો હેતુ લૂપ્ત થતી પ્રાચિન પરંપરાને જાળવી રાખવાનો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter