જામનગર મહાનગર પાલિકાનો વધુ એક અણધણ વહીવટ જાહેર થયો છે. બાબત છે ટ્રી ગાર્ડની ખરીદ પ્રક્રિયાની. છેલ્લા એક વર્ષથી મહાનગર પાલિકાના સ્ટોર રૂમમાં સંખ્યાબંધ ટ્રી ગાર્ડ ધૂળ ખાઈ રહ્યા છે. આ ટ્રી ગાર્ડનો હજુ ઉપયોગ કરાયો નથી. ત્યાં વધુ ૬૪૦ ટ્રી ગાર્ડ ખરીદવાનો સત્તાધારી જુથે નિર્ણય કર્યો છે. જેને લઈને વિપક્ષે બાયો ચડાવી ગેર વહીવટ અંગે શંકાઓ વ્યકત કરી છે.

જામનગર મહાનગર પાલિકા દર વર્ષે ચોમાસા પૂર્વે પ્રતિ કોર્પોરેટર દીઠ ૧૦ ટ્રી ગાર્ડ ખરીદ કરે છે. ચોમાસામાં પાણીના પ્રયાપ્ત સ્ત્રોત મળી રહેતા વૃક્ષનો ઉછેર સારી રીતે થઇ શકે. જેથી દર વર્ષે ૬૪૦ ટ્રી ગાર્ડની ખરીદી કરવામાં આવે છે. પરંતુ આ વખતે ઉલટી ગંગા જોવા મળી છે. ગત વર્ષે ખરીદ કરવામાં આવેલ ટ્રી ગાર્ડ પૈકી મોટાભાગના ટ્રી ગાર્ડ ઉપયોગમાં લીધા વિના ધૂળ ખાતી હાલતમાં પડ્યા છે. ન તો કોર્પોરેટરોએ ઉપયોગ કર્યો કે ન તો જનતાને ઉપયોગ કરવા આપ્યો. આ ટ્રી ગાર્ડ હાલ સ્ટોર રૂમમાં સડી રહ્યા છે. પરંતુ સતાધારી જૂથે આ પ્રક્રિયાને વ્યાજબી માની છે. જો કે વિરોધ પક્ષે આક્ષેપ કરીને ૬.૮૧ લાખના ખર્ચે ૬૪૦ ટ્રી ગાર્ડ ખરીદવા નિર્ણયને બુદ્ધિનું પ્રદર્શન ગણાવ્યું છે.
જામનગર મહાનગરપાલિકાના સત્તાધારી જૂથની અણઆવડતને કારણે લાખો રૂપિયાનું પાણી થઇ રહ્યું હોવાનો વિપક્ષનો આક્ષેપ છે. વિપક્ષ પણ એટલો જ દોષિત છે જેટલો સત્તાધારી પક્ષ છે. કારણ કે દર વર્ષે મહાનગરપાલિકા એક કોર્પોરેટરને ૧૦ ટ્રી ગાર્ડ ફાળવે છે. જો ગત વર્ષના ટ્રી ગાર્ડ એમ ને એમ પડ્યા હોય તો ખરીદ પ્રક્રિયા પૂર્વે જ વિપક્ષે લેખિત પત્ર વ્યવહાર કરી કમિશનર અને સત્તાધારી જૂથનું ધ્યાન દોરવું જોઈએ. હકિકત એ છે કે સત્તાધારી જૂથના વહીવટ અને વિપક્ષના દેખાવ પુરતા વિરોધ વચ્ચે પ્રજાના પૈસાનું પાણી થઇ રહ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ