GSTV
Gujarat Government Advertisement

જામનગર મનપાની ચૂંટણીમાં જામશે ખરાખરીનો જંગ, BJP-કોંગ્રેસ સિવાય પણ આ 3 પાર્ટીઓના ઉમેદવારો મેદાને

Last Updated on February 7, 2021 by Pravin Makwana

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. જામનગરમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, એનસીપી અને બસપાએ પણ તેમના ઉમેદવારો ઉભા રાખતા અહીં ખરાખરીનો જંગ જામવાના એંધાણ છે.

જામનગર મહાનગરપાલિકાની આ વખતની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીને લઇને ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષોમાં કાર્યકર્તાઓનો અસંતોષ અને નારાજગી સામે આવી છે. કોંગ્રેસે 37 ઉમેદવારોને સીધા જ મેન્ડેટ આપી અંતિમ ઘડીએ તેમના ફોર્મ ભરાવ્યા છે. જો કે તેમના એક ઉમેદવાર સમસયર ફોર્મ ન ભરી શકતા હવે કોંગ્રેસ 63 બેઠક પર જ ચૂંટણી લડશે. કોંગ્રેસે હાલના કુલ 16 પૈકી 9 કોર્પોરેટરોને રિપીટ કર્યા જ્યારે 7 કોર્પોરેટરોની ટિકીટ કાપી નાખી છે. વોર્ડ 12 અને 15માં બંન્ને પેનલ રીપીટ કરવામાં આવી છે જ્યારે વોર્ડ 13, 7, 8, 5 અને 3માં નવી પેનલ તૈયાર કરવામાં આવી છે. કોંગ્રેસે આ વખતે અનેક નવા તેમજ યુવા કાર્યકરોને પણ તક આપી છે. વિપક્ષના નેતાએ કોંગ્રેસ સ્પષ્ટ બહુમતિથી સરકાર બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

અલતાફ ખફી – પૂર્વ વિપક્ષના નેતા જામનગર

બીજી તરફ ભાજપે પણ ફક્ત 19 કોર્પોરેટરોને જ રિપીટ કર્યા છે. ભાજપે નવા માપદંડો જાહેર કરતા આ વખતે અનેક નવા યુવા ચહેરાઓને તક મળી છે. અનેક જૂના જોગીઓની ટિકીટ કપાતા તેમજ નેતાઓના પરિવારજનોને ટિકીટ અપાતા કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં અસંતોષ સામે આવ્યો છે. પરંતુ આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ભાજપ 50થી વધુ બેઠકો જીતશે તેવો વિશ્વાસ શહેર ભાજપ પ્રમુખે વ્યક્ત કર્યો છે.

વિમલ કગથરા – શહેર ભાજપ પ્રમુખ

જામનગરમાં આ વખતે આમ આદમી પાર્ટીએ પણ 60 બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમુરે આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. બીજી તરફ NCP એ 12 બેઠકો પર તેમજ બસપાએ 23 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. આપના પ્રમુખે પણ ચૂંટણીમાં જીતવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.

રમેશ કટારમલ – પ્રમુખ, આમ આદમી પાર્ટી

જામનગરમાં તમામ પક્ષોના ઉમેદવારો મેદાને ઉતર્યા છે અને તમામ પક્ષોએ સતામાં આવવાના દાવાઓ પણ કર્યા છે પરંતુ મતદારોનો શું મિજાજ છે એ તો પરિણામો પરથી જ જાહેર થશે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari

ગંભીર બાબત: એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ બીજા દિવસે તલાટીઓ આવ્યા નહીં, 3 તલાટી ફરજ પરથી ભાગ્યા

Pravin Makwana

જરૂરી/ Home Quarantineમાં આ રીતે સારુ કરો તમારું Oxygen લેવલ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવી ટેક્નિક

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!