રાજ્યમાં જીવલેણ કોરોના કેર યથાવત છે. ત્યાં જામનગરમાં મ્યુકોરમાયકોસિસ બીમારી ધીરે ધીરે વિકરાળ બની રહી છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ મોત સાથે દર્દીઓનો આંકડો ત્રણ ડીજીટમાં પહોચી જતા ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. સતત વધતા જતા દર્દીઓને લઈને જામનગર સિવિલ હોસ્પિટલ પ્રસાશને બે અલાયદા વોર્ડ ખોલી નાખ્યા છે.. સતત વધતા જતા દર્દીઓના પ્રમાણ વચ્ચે હજુ એક પણ દર્દી ડીસ્ચાર્જ થયો નથી એ ગંભીર બાબત છે.

જામનગરમાં સતત વધતા દર્દીઓના પ્રમાણને લઈને અન્ય સર્જન અને વોર્ડ સાથે ઈએનટી વિભાગ પણ આ મહામારીની લડાઈમાં જોતરાયો છે..
- કોવિડના ગંભીર દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસના લક્ષણો જોવા મળે છે..
- આ રોગ કાનના રસ્તેથી આંખ તથા મગજ સુધી પહોંચે છે..
- આવા સંજોગોમાં દર્દીની દ્રષ્ટિ ગુમાવવાની શક્યતાઓ પણ વધી જાય છે.
- ત્યારે જો દર્દી તાત્કાલિક સારવાર લે તો મ્યુકોર્માયકોસિસથી થતા નુકસાનથી બચી શકે છે.
- આ રોગની સારવાર માટેની તમામ અત્યાધુનિક સુવિધાઓ જી.જી. હોસ્પિટલ ખાતે ઊભી કરવામાં આવેલી છે.
- જામનગરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસના દર્દીઓની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
- જે માટે કોવિડ બિલ્ડિંગમાં ૪૪ બેડનો અલગથી ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
જ્યાં મેડિકલ સારવાર તથા જરૂર પડ્યે સર્જીકલ સારવાર પણ કરવામાં આવી રહી છે. કોવિડ હોસ્પિટલ ખાતે ૪૪ બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે ૩૦ મળી કુલ ૭૪ બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ ઉપરાંત દર્દીઓ વધતા વધુ એક વોર્ડ ખોલી નાખવામાં આવ્યો છે. જામનગરમાં કોરોનાનું પ્રમાણ ઘટતા થોડી રાહત થઇ છે. પરંતુ કોરોના બાદ મ્યુકરમાયકોસીસ મહામારીએ પોતાની બાજુઓ વિસ્તારતા આરોગ્ય તંત્ર ફરી ઉંધા માથે થયું છે.

આ મહામારીના વધતા દર્દીઓને લઈને જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલી નાખવામાં આવ્યા છે….છેલ્લા 12 દિવસમાં ૧૦૪ દર્દીઓ નોંધાયા છે…જેમના ૨૯ ગંભીર દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે.. જયારે અન્ય દર્દીઓ હજુ હોસ્પિટલના મ્યુકરમાય્કોસીસ વોર્ડમાં દાખલ છે.
અહીં દરરોજ ત્રણ-ચાર દર્દીઓના ઓપરેશન કરવામાં આવે છે..તેમજ સરકાર દ્વારા આ મહામારીની દવાઓ પણ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી હોવાનો હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે. બીજી તરફ ગંભીર બાબત એ છે કે હોસ્પીટલમાં દાખલ દર્દીઓ પૈકી એક પણ દર્દીને હજુ રજા આપવામાં આવી નથી..જ્યાં સારવાર દરમિયાન ત્રણ દર્દીઓના મૃત્યુ નીપજયા છે.
READ ALSO
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ