GSTV

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ એ શર્મસાર કરતો કિસ્સો

ભાઇ

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં ભાઈ-બહેનના પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાના જ સગા કાકાની દીકરી એવી નવ વર્ષની બાળકીને વાડીના રૂમમાં લઇ જઇ તેના જ પિતરાઇ ભાઇએ (15 વર્ષીય) દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ લાલપુર પોલીસ મથકમાં નોંધાતા ભારે ચકચાર જાગી છે.

આ રીતે થયો દુષ્કર્મનો ખુલાસો

જામનગર

સૌપ્રથમ બાળકીને લાગી ગયું હોવાથી રક્તસ્ત્રાવ થયાનું જાહેર કરાયું હતું, પરંતુ જી.જી. હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં લઈ જવાતા તેણીની સાથે દુષ્કર્મ થયું હોવાનો કિસ્સો સામે આવતા તબીબો અને પોલીસ તંત્ર ચોંકી ઉઠયું હતું, અને આખરે ભોગ બનનારની માતા દ્વારા બાળકીના પિતરાઇ ભાઇ સામે દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવાઈ છે.

નાના એવા ગામમાં આ બનાવે ભારે ચકચાર જગાવી છે. લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતા અને ખેતીકામ કરતા એક પરિવારની નવ વર્ષની એક બાળકી ગઈકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં પોતાની વાડીની ઓરડી પાસે રમી રહી હતી, જે સ્થળે તેનો પિતરાઈ ભાઈ કે જે ભાઈ બહેન બન્નેના પિતા સગાભાઇઓ થાય છે અને વાડી પણ બાજુમાં આવેલી છે, જેના કારણે દરરોજ સાથે રમતા હતા.

પિતરાઈ ભાઈએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું

ભાઇ

જે દરમિયાન ગઇકાલે બપોરે ચારેક વાગ્યાના અરસામાં 15 વર્ષની વયના પિતરાઈ ભાઈએ પોતાની જ બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન બાળકીને ભારે રક્તસ્ત્રાવ થઈ ગયો હતો, અને કપડાં પણ લોહી ભીના થયા હતા. જેના કારણે તેણી ને સૌપ્રથમ લાલપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાં રક્તસ્ત્રાવની સાથે સાથે તેણીને ગુપ્ત ભાગમાં ટાંકા લેવા પડે તેવી પરિસ્થિતિ હોવાથી વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ગાયનેક વિભાગમાં પહોંચાડવામાં આવી હતી.

જ્યાં તબીબોને બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું હતું જેથી તબિબો ચોંકી ઊઠયા હતા, અને તરત જ બાળકીની માતાને તેમજ પોલીસને જાણ કરી હતી. જેથી લાલપુરની પોલીસ ટુકડી ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી. અને બાળકીની માતાના આધારે તેના જ પિતરાઈ 15 વર્ષના સગીર શખ્સ સામે દુષ્કર્મ ગુજારવાના ગુનાની કલમ 376 તેમજ પોકસોની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. અને તરૂણને અટકાયતમાં લઇ વિશેષ પૂછપરછ હાથ ધરી છે.

હાલના મોબાઇલના યુગમાં તરુણે આવી પ્રક્રિયાઓ નિહાળી લીધા પછી પોતાની જ પિતરાઈ બહેનને હવસનો શિકાર બનાવી લીધી હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ ઘટનાને લઇને નાની રાફુદડ ગામ સહિત સમગ્ર લાલપુર પંથકમાં ભારે ચકચાર જાગી છે.હાલ ભોગ બનનાર સગીરાને જી જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અને તેની સારવાર ચાલી રહી છે.

Read Also

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!