GSTV

જામનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનનું મેગા ડિમોલિશન હાથ ધરાયુ, 16 ગેરકાયદે દુકાનોનો કરાયો સફાયો

જામનગરમાં ગેરકાયદે દુકાનોનો રાફડો ફાટ્યો છે. જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 16 દુકાનોનું મેગા ડિમોલિશન કરાયું છે. ઇન્દિરા માર્ગ પાસે આવેલ એક આસામી દ્વારા 16 દુકાન ઉભી કરવામાં આવી હતી. આ મુદ્દે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતનાઓએ કમિશનરને પત્ર પાઠવી જાણ કરી હતી હતી. ત્યારબાદ મહાપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું હતું અને ગેરકાયદે દુકાનો તોડવા ઓપરેશન હાથ ધરાયું હતું.

જેસીબી,ટ્રેક્ટર અને પોલિસ બંદોબસ્ત સાથે સવારથી આ મગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ સવાલ એ થાય કે આટલી મોટી સંખ્યામાં ગેરકાયદે દુકાનો બંધાઇ જાય ત્યાં સુધી કોર્પોરેશન ઉંઘતું રહે છે અને જ્યારે સત્તાધીશોને પત્રો લખી લખીને જાણ કરાય ત્યારે તેમને તોડવામાં આવે છે. તો એસ્ટેટ અધિકારીની હદમાં આવા ગેરકાયદે બાંધકામ થઇ જાય એ અધિકારી સામે પણ પગલાં લેવાવા જોઇએ.

READ ALSO

Related posts

VIDEO/ બજરંગી ભાઈજાનની મુન્નીના આ વીડિયોએ સૌ કોઈનું દિલ જીતી લીધું

Pravin Makwana

રાજકોટની હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ બરોડા અને સુરતનું તંત્ર આવ્યું હરકતમાં

Nilesh Jethva

ભારતીય નેવીના સૂત્રોનો દાવો, ચીનના રિસર્ચ શિપની સંખ્યા હિંદ મહાસાગર સતત વધી રહી છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!