GSTV
Home » News » જામનગરની મેડીકલ કોલેજમાં રેગિંગ મામલો, કોલેજ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે

જામનગરની મેડીકલ કોલેજમાં રેગિંગ મામલો, કોલેજ દ્વારા શિક્ષાત્મક પગલાં લેવાશે

જામનગરની એમ પી શાહ મેડીકલ કોલેજમાં સિનિયર વિદ્યાર્થીઓએ એક જુનિયર પર રેગિંગ કર્યાનો મામલો ગરમાયો છે. ત્યારે કોલેજ પ્રશાસને રચેલી એન્ટી રેગિંગ કમિટીએ સમગ્ર ઘટના આંતરિક વિખવાદના કારણે બની હોવાનો દાવો કરી રેગીંગનો છેદ ઉડાવ્યો છે.

હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થી પર ધવલ નાંધા અને નયન કરમટા નામના વિદ્યાર્થીઓએ માર મારી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખી કોલેજ પ્રશાસન દ્વારા એન્ટી રેગીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી.

કમિટીએ ત્રણેય વિદ્યાર્થીઓને સાંભળ્યા હતા. જેમાં આ ઘટના રેગીંગની નહીં પણ આંતરિક વિખવાદના કારણે બની હોવાનું તારણ નીકળ્યું હતું. જો કે ત્રણેય વિદ્યાર્થીઓએ કોલેજ અનુશાસનનો ભંગ કર્યો હોવાથી શિક્ષાત્મક પગલા ભરવાની કોલેજ દ્વારા કાર્યવાહી કરાશે.

READ ALSO

Related posts

‘તમારા ઘરમાં અનેક આત્મા રહે છે વિધિ નહીં કરાવો તો સત્યાનાશ થઈ જશે’ કહી તાંત્રિકે દુષ્કર્મ આચર્યું

Mayur

સાઉથની આ પાંચ અભિનેત્રીઓ છે અત્યંત ખૂબસૂરત, બોલિવુડમા છે તેમની ચર્ચા

pratik shah

ઠંડીમાં જો તમે આ રીતે સૂવાથી થઈ શકે છે નુકશાન, શરીરને થાય છે ખૂબ ગંભીર અસર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!