જામનગરની ખાનગી કોલેજમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે હોમગાર્ડના જવાનોનું ફેર મતદાન યોજાયું છે. અગાઉ તેઓનું બેલેટથી મતદાન થયું હતું. જો કે વિવાદ બાદ 400 જેટલા મત રદ કરાયા હતાં. મતદાન માટે હોમગાર્ડ જવાનોની લાંબી લાઇન જોવા મળી હતી.

અગાઉ એક તરફી મતદાનના આક્ષેપ સાથે મચ્યો હતો હોબાળો
અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાંક દિવસો પહેલાં જામનગરમાં સરકારી કર્મચારીઓના મતદાન એક તરફી કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ધારાસભ્ય વિક્રમ માડમ અને કોંગી કાર્યકર્તાઓ મતદાન મથકે દોડી આવ્યા હતાં. જેમાં મતદાન પ્રક્રિયામાં ગોલમાલ થતી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચ્યો હતો. ત્યારે આ ઘટના બાદ કલેકટર, એસ.પી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ધારાસભ્ય વિક્રમ માડમે તંત્ર અને ભાજપ પર કર્યાં હતાં ગંભીર આક્ષેપો
બાદમાં કલેકટર દ્વારા મતદાન પેટીઓ કબ્જે કરાઈ હતી. આ સાથે કોંગ્રેસના હોબાળા બાદ હોમગાર્ડના જવાનોના 400 જેટલા મત રદ કરી ફરીથી મતદાન કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. જેથી 400 મત રદ કરાયા હતાં. ધારાસભ્ય વિક્રમ માડમે તંત્ર અને ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યાં હતાં અને FIR નહીં નોંધાય તો અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. વિક્રમ માડમે આક્ષેપ કર્યો હતો કે, ‘તંત્રએ ભાજપ સાથે મળીને લોકશાહી ખતમ કરવાનું ષડયંત્ર રચ્યું છે.’ ત્યારે હવે 400 મત રદ કરાયા બાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે હોમગાર્ડના જવાનોનું ફેર મતદાન યોજાયું.

READ ALSO :
- માતા-પિતાની આ ભૂલોને કારણે જીદી બની શકે છે બાળક, આજે જ તેને સુધારો
- યુએઈ/ આજથી 28માં સંયુક્ત રાષ્ટ્ર ક્લાઈમેટ ચેન્જ સંમેલનનું આયોજન, કાર્બન ઉત્સર્જન-જીવાશ્મ ઈંધણ અંગે થશે ચર્ચા
- Randeep Hooda-Lin Laishram/ કન્યાએ પોલોઈ પહેરી તો વરે પહેર્યા કુર્તો અને ધોતી, ટ્રેડિશનલ વેરમાં લાગ્યા સુંદર
- ચાઉમીન ના ખવડાવતા બે ભાઇઓની હત્યા, યુપી પોલીસે 5 કલાકની અંદર 6 ગુનેગારોનું એન્કાઉન્ટર કર્યું
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટની ઘટનામાં સાત લોકોના મોત, 5થી વધુ દર્દીઓની હાલત ગંભીર