GSTV

જામનગર : મકાનની દલાલીનું કામ કરતા આધેડની છાતીમાં તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી હત્યા કરી નાખી

માતા

Last Updated on October 30, 2019 by Mayur

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જમીન મકાનની દલાલીનું કામ કરતા એક આઘેડની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગુલાબનગરમાં વસવાટ કરતા શંભુભાઈ જેસંગભાઈ ડાંગર નામના આઘેડ જમીન મકાનની દલાલીનો ધંધો કરતા હતા. તેમની સાથે તેમના મિત્ર મુકેશ નરશીભાઈ રાઠોડ પણ જમીન મકાનની દલાલી કરતા હતા. ત્યારે ગઈકાલે શંભુભાઈ ડાંગર અને મુકેશ રાઠોડ બન્ને મુકેશના ઘરે ભેગા થયા હતા, જે બાદ બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુકેશ રાઠોડ શંભુભાઈ પર એટલી હદે ઉશ્કેરાયો હતો કે તેને શંભુભાઈને પેટ તેમજ છાતીના ભાગે આડેધડ તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે શંભુભાઈનું મોત નિપજ્યું હતું. પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે ચક્રો ગતિમાન કરી અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

SBI ના ગ્રાહક છો તો ધ્યાન આપશો/ ખાતામાં ઓછા બેલેન્સથી થશે નુકસાન, ATM લેવડ દેવડ ફેલ થયું તો લાગશે પેનલ્ટીઃ આ રીતે બચજો

Harshad Patel

કામનું / પગારમાં થયો કપાત અથવા PFમાંથી રૂપિયા ઉપાડ્યા! ITRમાં બતાવવું જરૂરી, નહીંતર ઉભી થઇ શકે છે અનેક સમસ્યાઓ

Zainul Ansari

અમદાવાદ જીલ્લા પંચાયત અને વિવાદ જાણે કે એક બીજાના પર્યાય, સભ્યો દ્વારા જ અંદરો અંદર વિવાદનો સુર થયો ઉભો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!