GSTV

જામનગરમાં યુવતીઓનું શોષણ / મહિલાઓની પૂછપરછ દરમિયાન ભય ઉભો કરવા વિડીયો રેકોર્ડિંગ, સ્ત્રીસશક્તિકરણ કાગળ પર

Last Updated on June 18, 2021 by pratik shah

જામનગરની જી. જી. હોસ્પિટલના કથિત યૌન શોષણ મામલામાં ૮ જેટલી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધાવામાં આવ્યા છે. જે મહિલા કર્મચારીઓએ તેમના નિવેદનો નોંધાવ્યા પછી તેમાં ફેરફાર કરાઇ રહયો હોવા તેમજ પોતાને ડરાવવા માટે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછીને તેના વિડીયો શુટીંગ કરી ભય ઉભો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરી અસંતોષ વ્યક્ત કરતા ઉહાપોહ મચી ગયો છે.

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે ગંભીર આક્ષેપો પછી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી તપાસના આદેશો અપાયાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવી હતી અને તે કમિટી દ્વારા ગઈકાલે ૭૦થી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું. જેમાં સાડા છ કલાકની કવાયત પછી આઠ મહિલા કર્મીઓએ નિવેદન નોંધાવ્યા હતા. જે નિવેદન સાાૃથેનો રિપોર્ટ તૈયાર કરીને આજે જિલ્લા કલેક્ટરને સોંપી દેવાયો છે. જેના આ ધારે વહીવટીતંત્ર દ્વારા હવે આગામી કાર્યવાહી કરાશે, જેના પર સૌની મીટ મંડાયેલી છે.

કોર્ટ


જામનગર જી. જી. હોસ્પિટલના હંગામી મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે બનાવાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા કર્મચારીના નિવેદનો નોંધતી વખતે વિડીયો શુટીંગ કરી લેવાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે વિડીયો શુટીંગ તપાસના કામ માટે અનામત રાખવામાં આવશે, તેમ જણાવાયું છે. જે તમામ વિડીયોગ્રાફી કોઈપણ આ પ્રકારે રિલીઝ કરવામાં નહીં આવે તેવી તપાસ કમિટીના ઇન્ચાર્જ પ્રાંત અિાૃધકારી આસૃથા ડાંગર દ્વારા બાહેંધરી અપાઈ છે.

પોલીસ

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ બજાવતી હંગામી મહિલા કર્મચારીઓ સાથેના યૌન શોષણના આક્ષેપ સાથેની ફરિયાદ પછી રાજ્ય સરકારે આપેલા તપાસના આદેશને પગલે જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ત્રણ અધિકારીઓની એક કમિટી બનાવી હતી. જેના હેડ તરીકે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની નિમણૂક કરાઈ હતી. જેમની સાથે જામનગર શહેર વિભાગના એએસપી નીતીશ કુમાર પાંડે અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ જોડાયા હતા. જે ત્રણેયની કમિટી દ્વારા ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી જી. જી. હોસ્પિટલની તમામ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું અને ૭૦ાૃથી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવવામાં આવી હતી. જે નિવેદનની પ્રક્રિયા દરમિયાન માત્ર આઠ મહિલા કર્મચારીઓએ નિવેદન નોંધાવવા સહમતી દર્શાવી હતી.


સરકારી જી. જી. હોસ્પિટલમાં હંગામી મહિલા કર્મચારીઓના યૌન શોષણના આક્ષેપ પછી સરકાર દ્વારા બનાવાયેલી તપાસ કમિટી સમક્ષ હાજર થયેલી કેટલીક મહિલા કર્મચારીઓએ બપોરે ૫થી ૧૧.૩૦ વાગ્યા સુાૃધી સતત છ કલાક સુધી પોતાને બેસાડી રાખી અલગ અલગ રીતે નિવેદનો કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કરી અસંતોષ વ્યક્ત કર્યો હતો.

કાર્યવાહી બપોરે ચાર વાગ્યાાૃથી રાત્રીના સાડા અગિયાર વાગ્યા સુાૃધી ચાલી હતી. જે સમગ્ર પ્રક્રિયા દરમ્યાન તપાસ કમિટી દ્વારા યૌન શોષણની ફરિયાદ કરનાર મહિલા કર્મચારીઓના ખૂબ જ બારીકાઈથી નિવેદનો લેવામાં આવ્યા હતા અને તેના વિડીયો રેકોર્ડિંગ પણ કરાયા હતા. જે તમામ નિવેદનો સાથેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરી લેવાયો હતો અને આજે સવારે પ્રાંત અિાૃધકારી દ્વારા જિલ્લા કલેકટરને સુપ્રત કરી દેવાયો હતો. જે રિપોર્ટને રાજ્ય સરકારમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ગૃહ મંત્રાલયને તેની જાણ કરવામાં આવી હતી.

દર્દી


પોતાની મરજી મુજબના નિવેદનો નોંધાતા ન હોવાનું પણ એક મહિલા કર્મચારીએ જણાવ્યું હતું. જ્યારે સમગ્ર મામલાનું વિડીયો શુટીંગ કરવામાં આવતું હોવાથી ડરનાં કારણે ૭૦ મહિલા કર્મચારીઓ પૈકી માત્ર આઠ જ નિવેદન આપવા તૈયાર થઈ હોવાનો પણ આક્રોશ ઠાલવીને આવી રીતની પુછતાછ સામે વિરોધ દર્શાવ્યો હતો. ગત રાત્રે પુછતાછની પ્રક્રિયા પૂર્ણ થયા પછી નિવેદન નોંધાવનાર હંગામી કર્મચારીઓએ જુદી-જુદી મહિલા સંસ્થાના અગ્રણીઓ સમક્ષ ફરીથી પોતાને સહકાર આપવાની માગણી પણ કરી હતી.
જામનગર સરકારી હોસ્પિટલના કથિત યૌન શોષણ મામલે હંગામી કર્મચારીઓ ધરણા પર બેઠા છે, જે સથળે આજે ઓલ ઇન્ડિયા મહિલા સંસ્કૃતિ સંગઠનના સારાબેન બાલદીવાલા તેમજ સ્મિતાબેન પંડયા ઉપરાંત મજૂર મહાજન સંઘના મીનાક્ષીબેન જોશી કે જેઓ આજે અમદાવાદથી જામનગર આવી પહોંચ્યા હતા અને તમામ પીડિતાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ થાય અને જવાબદારો સામે પગલાં લેવામાં આવે તે માટે વહીવટી તંત્રને પણ મળ્યા હતા.


હવે નજીકના ભવિષ્યમાં જ આ પ્રકરણમાં શું નવાજૂની થાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે. યૌન શોષણ મામલે સરકારી જી. જી. હોસ્પિટલના કોન્ટ્રાક્ટ બેઈઝ સુપરવાઇઝર સહિતનાઓ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. થોડા દિવસોમાં આ મામલે પોલીસ તંત્રમાં એફઆઈઆર નોંધવામાં આવે તેવું પણ મનાઇ રહ્યું છે.

READ ALSO

Related posts

હવે સાચવજો/ ગુજરાતમાં કોરોનાના કપ્પા વેરિએન્ટની એન્ટ્રી, જાણો કયા જિલ્લામાં અને કેટલાં કેસ નોંધાયા

Bansari

ફફડાટ/ ભઠ્ઠીઓ વધારાવાની સાથે 5 હજાર કિલો લાકડાનો સ્ટોક, કોરોનાની ત્રીજી લહેર પહેલા સ્મશાનગૃહોનું આગોતરુ આયોજન

Bansari

રાહુલ ગાંધીએ કહ્યું- મને યુપીની કેરી પસંદ નથી, CM યોગીનો જવાબ- તમારો ટેસ્ટ જ વિભાજનકારી છે, રવિ કિશને સૂરમાં સૂર પુરાવ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!