જામનગરમાં લગ્ન વાંછુકોને ચેતવણી આપતો કિસ્સો સામે આવ્યો છે. લગ્નના બે દિવસ બાદ સોનાના દાગીના સહિત રોકડ રકમની ઉઠાંતરી કરી લૂંટેરી દુલ્હન ફરાર થઈ ગઈ હતી. યુવકના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત 2.20 લાખનો ચૂનો ચોપડી લૂંટેરી દુલ્હન ફરાર થઈ હતી. યુવકે લૂંટેરી દુલ્હન સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ જામનગરના બેડેશ્વર વિસ્તારમાં કાપડ મીલની ચાલી પાસે રહેતા પરપ્રાંતિય 28 વર્ષીય સાગર સદાશિવ ધનગરે શુભાંગી પ્રભાકરણ સિંદે નામની યુવતી સાથે 27 જાન્યુઆરી 2022માં લગ્ન કર્યા હતા. હજુ તો યુવક યુવતીને સમજવાનો પ્રયાસ જ કરતો હતો કે યુવતી ઘરમાં પડેલા સોના-ચાંદીના ઘરેણા અને રોકડ લઈ ફરાર થઈ ગઈ હતી. યુવકે યુવતીનો ફોનનો સંપર્ક અને સોશિયલ મીડિયા જોતા પોતાની સાથે છેતરપિંડી થઇ હોવાનો અનુભવાયું.
મળતી માહિતી મુજબ યુવકની દુલ્હન બનીને આવેલી યુવતીએ ઘરમાંથી 40 હજાર રોકડા, સોનાની વીંટી, મંગળસૂત્ર, નાકનો દાણો સહિતના ઘરેણાં લઈને ફરાર થઈ ગઈ હતી. યુવકે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છતાય કોઈ સંપર્ક થયો નહતો. પાછળથી તેને ખબર પડી કે તેણે અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા છે. તેના પછી સાગરે પોલીસમાં પોતાની પત્ની સહિત 6 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ દાખલ કરી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.
READ ALSO
- ‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ
- આડી-અવળી વાતો ન કરશો, સીધું કહો કે હું વડાપ્રધાન બનવા માંગુ છું’ : પીએમ પદ માટે નીતિશ કુમારે કર્યો મોટો ખુલાસો
- ‘હર ઘર તિરંગા’/ મને એવા ઘરોની તસવીરો મોકલો કે જેના પર તિરંગો લહેરાતો જોવા ન મળે
- ઇડીઆઇઆઇના ફેકલ્ટી મેમ્બર દ્વારા લખાયેલા રિસર્ચ પેપરને એપીએસી ઇઆઇએફ 2022માં બેસ્ટ પેપર તરીકે કરાયું પસંદ, 15થી વધુ દેશોએ લીધો હતો ભાગ
- દિલ્હીમાં 15 ઓગસ્ટ પહેલા મોટું ષડયંત્ર નિષ્ફળ, હથિયારો અને દારૂગોળા સાથે 6ની ધરપકડ