GSTV
Jamnagar Trending ગુજરાત

સબ સલામતના દાવા પોકળ / આ વાયરસના કારણે ગાયોના થઈ રહ્યા છે મોત, ગુજરાત સરકાર છુપાવી રહી છે આંકડા

ગાય

જામનગરમાં છેલ્લા થોડા સમયથી ગાયોમાં લંપી વાયરસ ફેલાઈ રહ્યો છે અને તેના કારણે ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. લંપી વાયરસના કારણે 90 ગાયોના મોત થયા હોવાનો કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાએ દાવો કર્યો હતો. પરંતુ સરકારના ચોપડે સબ સલામતના મોટા દાવાઓ કરવામાં આવે છે, તંત્ર ગાયોના મોતના આંકડા છુપાવી રહ્યું હોવાના આક્ષેપ કરાયા હતા.

કોંગ્રેસના કોર્પોરેટરે ગાયોના જીવ બચાવવા અંગે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. વહેલામાં વહેલી તકે તંત્ર કોઇ કાર્યવાહી કરે અને ગાયોને કોઈ ચોક્કસ દવા અને રસી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

કેવી રીતે ફેલાય છે લમ્પી વાયરસ

ચામડીમાં જ્યારે કાણા પડે છે, ત્યારે તેમા માખી અને મચ્છર બેસે છે અને તે ત્યાંથી ઉડી અન્ય ગાયો પર જઇને બેસે છે. આવી રીતે આ રોગનું સંક્રમણ અન્યમાં ફેલાય છે. ઉપરાંત દૂષિત પાણી અને ખોરાક દ્વારા પણ ફેલાય છે. મોટાભાગે આ રોગ ચોમાસાની ઋતુમાં ફેલાય છે.

કોઈ સારવાર ઉપલબ્ધ નથી

નિષ્ણાંતો મુજબ હાલ આ રોગની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. હાલમાં તેની સારવાર લક્ષણો જોઇને કરવામાં આવી રહી છે. જેમ કે તાવ હોય તો તાવની દવા આપી દેવાય છે, કોઇ જગ્યાએ ઘા પડ્યા હોય તો ડ્રેસિંગ કરી દેવામાં આવે છે. નિષ્ણાંતો મુજબ કડવો લિમડો, એલોવેરા, તુલસી, હળદર અને લસણનો લેપ પશુને લગાવી શકાય છે, તેનાથી થોડા સમય માટે તેને આરામ મળે છે. જોકે આ પ્રકારના કેસોમાં તબીબની જરૂર અવશ્ય પડે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) મુજબ 10 ટકા પશુઓ આ રોગના કારણે મોતને ભેટે છે.

શું સાવધાની રાખવી

  • જે પશુને આ રોગ થયો છે, તેને અન્ય પશુઓથી દૂર રાખો
  • અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓને ચરવા લઈ જવાનું ટાળવું
  • પશુમાં લક્ષણો દેખાઇ આવે તો તરત જ તબીબી સારવાર કરાવો
  • પશુ રહેઠાણ અથવા વાડાઓને જીવાણુંનાશક દવાઓનો છંટકાવ કરવો તેમજ ધુમાડો કરવો
  • પેટ્રોલ, કેરોસિનથી ઘાને સાફ ન કરો અને ચૂનાનો પાવડર ઘામાં ન ભરો

LSDનો ક્યાથી ઉદ્ભવ થયો?

LSDનો ઉદ્ભવ સ્થાન આફ્રિકા માનવામાં આવે છે. અહીં વર્ષ 1929માં આ રોગની ઓળખ થઈ હતી. પરંતુ હાલના વર્ષોમાં આ રોગ ત્યાથી નિકળી અન્ય દેશોમાં ફેલાઇ રહ્યો છે. વર્ષ 2015માં તુર્કી અને ગ્રીસમાં આ રોગના કેસો સામે આવ્યા. ત્યારબાદના વર્ષમાં બાલ્કન અને કોકેશિયાન દેશો અને રશિયામાં આ રોગો તબાહી મચાવી. વર્ષમાં 2019માં બાંગ્લાદેશ પછી આ રોગ આખા એશિયામાં મહામારી તરીકે ફેલાઇ રહ્યો છે.

FAOના એક રિપોર્ટ મુજબ આ રોગ 2020ના અંત સુધીમાં એશિયાના સાત દેશોમાં ફેલાયો. ઓગસ્ટ 2019માં ચીન અને ભારતમાં, જૂન 2020માં નેપાળ, જુલાઈ 2020માં તાઇવાન, ઓક્ટોબર 2020માં ભૂટાન અને વિયેતનામ અને નવેમ્બર 2020માં હોંગકોંગ સુધી આ રોગ ફેલાઇ ચુક્યો છે.

ભારત માટે આ રોગ જોખમી સાબિત થઈ શકે છે

વિશ્વમાં સૌથી વધુ 303 મિલિયન જેટલા પશુઓ ભારતમાં છે. આ રોગ ઝડપથી ભારતમાં ફેલાઇ રહ્યો છે. એક રિપોર્ટ મુજબ આ રોગ ભારતના મોટાભાગના રાજ્યોમાં ફેલાઇ ચુક્યો છે. ભારતમાં વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં ઓરિસ્સામાં LSDનો પ્રથમ કેસ નોંધાયો હતો. ત્યારબાદ ધીમે-ધીમે આ રોગ અન્ય રાજ્યોમાં પણ ફેલાયો. હવે ગુજરાત આ રોગની ઝપટમાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા ચારથી પાંચ મહિના દરમિયાન અનેક કેસો સામે આવ્યા છે. નિષ્ણાંત મુજબ આ રોગના રોકથામ માટે આપણને તાત્કાલિક એક રણનિતી જરૂર છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં LSD અલગ રીતે ફેલાઇ શકે છે. નિષ્ણાંત ચેતવણી આપે છે કે LSD બકરા અને ઘેટાંના પોક્સ (Pox) સાથે સંબંધિત છે, તેથી આપણે અધ્યયન કરવાની જરૂર છે કે શું આ રોગ ઘેટાં અને બકરામાં પણ ફેલાઇ શકે છે?

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

Oppo Reno 7 સ્માર્ટ ફોનની કિંમતમાં થયો મોટો ઘટાડો, ધાંસૂ ફિચર્સ સાથેનો ફોન હવે આ કિંમતમાં ખરીદી શકાશે

Hardik Hingu

39 વર્ષની ઉંમરે Dale Steynએ અનોખો કારનામું કર્યું, ક્રિકેટબોલ નહીં પરંતુ આ સ્ટંટમાં અજમાવ્યો પોતાનો હાથ: વીડિયો જોઈને ચોંકી જશો

Binas Saiyed

મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો

GSTV Web Desk
GSTV