GSTV

આખરે જેનો ભય હતો તે જ થયું, જામનગરમાં ધોરણ 10ની એક વિદ્યાર્થીની થઇ કોરોના પોઝિટિવ

કોરોના મહામારી વચ્ચે જ્યાં એક તરફ રસી આવી તો બીજી તરફ ગુજરાત સરકારે ધો 10 થી 12 ના વિદ્યાર્થીઓને સ્કૂલે બોલાવવા માટે મંજૂરી આપી હતી. જોકે આ બધા વચ્ચે મોટાભાગના વાલીઓને પોતાના બાળકો કોરોના સંક્રમિત થવાનો ડર હતો. જોકે, આને લઈને સરકારે ગાઇડલાઇન પણ તૈયાર કરી અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે એક પણ વિદ્યાર્થીને કોરોના સંક્રમણ નહિ લાગે.

વિદ્યાર્થી

વિદ્યાર્થીની થઇ કોરોના સંક્રમિત

જોકે, જામનગરમાં એક કેસ સામે આવ્યો છે જેમાં ધોરણ 10ની શાળાએ જતી એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલી જોડિયા હુન્નર શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની કોરોના સંક્રમિત થઇ હોવાનું સામે આવ્યું છે. ધોરણ 10ની વિદ્યાર્થીની કોરોના સંક્રમિત આવતા સ્કૂલનું શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.

જિલ્લા શિક્ષણાધિકારીએ શાળા કરાવી બંધ

સમગ્ર ઘટનાની જાણકારી શાળા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારીને આપવામાં આવી હતી. શાળાના અન્ય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને અન્ય બાળકો કોરોના સંક્રમિત ન થાય તે માટે જિલ્લા શિક્ષણાધિકારીએ તાત્કાલિક આદેશ જાહેર કરીને જોડિયા હુન્નર શાળાનું શૈક્ષણિક કાર્ય તાત્કાલિક સંજોગોમાં બંધ કરવાની સૂચનાઓ આપી દીધી છે. જિલ્લા શિક્ષણાધિકારીના આદેશ બાદ હાલ જોડિયા હુન્નર શાળામાં તમામ ધોરણો માટે શૈક્ષણિક કાર્ય બંધ કરી શાળાને તાલ મારી દેવામાં આવ્યા છે. અને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

વાલીઓની ચિંતા વધી

રાજ્યમાં માધ્યમિક શિક્ષણ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય કરી શાળાઓ ખોલે હાઉ માંડ 2 દિવસ જ થયા છે. ત્યારે, જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આવેલી હુન્નર શાળામાં વિદ્યાર્થીની કોરોના સંક્રમિત આવતા જિલ્લાભરમાં ખળભળાટ મચી ગયો છે અને વાલીઓની ચિંતામાં વધારો થયો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

3900 કિમીનું સાયકલ પર અંતર કાપી 5 સાયકલિસ્ટ ડીસા પહોંચ્યા, આ મુદ્દા પર ફેલાવે છે લોકોમાં જાગૃતિ

Pravin Makwana

લિંબડી/ રળોલ ગામમાં બે જ્ઞાતિ વચ્ચે જૂથ અથડામણ થતાં 10 વ્યક્તિઓને થઈ ઈજા

Pravin Makwana

અમદાવાદ/ લોકોમાં જાગૃતિ માટે ડેફ બ્લાઈન્ડ રનનું આયોજન, 400 કિમીની સફર કરશે પૂર્ણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!