GSTV

જામનગરમાં બારેમેઘ ખાંગા / ૨૪ કલાકમાં વરસ્યો ૭ ઇંચ વરસાદ, રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો તો અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં બેથી સાત ઈંચ વરસાદ વરસ્યો છે. લાલપુર અને જામજોધપુરમાં બે ઈંચ, જામનગરમાં ત્રણ અને ધ્રોલમાં સાડા છ ઈંચ વરસાદ વરસ્યો છે. જોડિયામાં પાંચ અને કાલવડમાં સાત ઈંચ વરસાદ વરસ્યો છે. મોડી રાતેથી વીજળીના કડાકા-ભડાકા સાથે ગાજવીજ વરસાદ વરસ્યો છે. કેટલાક ગામોમાં વરસાદી પાણી પણ ભરાયા છે.

જામનગર

રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો

જામનગર શહેર અને જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને લીધે રણજિત સાગર ડેમ ઓવરફલો થયો છે. જેથી જામનગર શહેરનું જળસંકટ માત્ર એક રાતમાં જ દૂર થયું છે. જામનગરની ભાગોળે આવેલો જીવાદોરી સમાન રણજિત સાગર ડેમ પીવાના પાણી માટે ઑક્ટોબર સુધી અનામત રખાયો હતો. પરંતુ એક રાત્રીમાં અવિરત મેઘમહેરને લીધે ડેમ છલકાઈ ગયો હતો. રણજિત સાગર ડેમ છલકાતા ફલ્લાના કંકાવટી ડેમના પાટિયા ખોલવા પડયા હતા.

અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ

જામનગર પંથકમાં પડેલા ભારે વરસાદને લઈને અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયુ છે. ગામના તમામ રસ્તા પર નદી જેવુ વહેણ જોવા મળી રહ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલિયાબાડમાં 12થી 14 ઈંચ વરસાદ વરસ્યો છે અને અતિભારે વરસાદના કારણે કેટલાક મકાનના ગ્રાઉન્ડફ્લોર આખો પાણીમાં જતો રહ્યો છે. લોકોની ઘરવખરી અને સામાન પલળી ગયો છે. ગામમાં જવાના તમામ રસ્તાઓ બંધ થયા છે. તંત્રને જાણ કરવા છતાં કોઈ મદદે ન આવ્યાનું મનાય છે.

ખીમરણા ગામ ઢોરઢાંખર તણાયા

જામનગરમાં ભારે વરસાદને કારણે ખીમરણા ગામની નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિ સર્જા. આવતા નદીનું પાણી ગામ માં ઘૂસી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાં મકાનો  પાણીમાં ગરકાવ થવા લાગ્યા છે, ગાયો, ભેંસો નદીના પુરમાં તણાઈ જતા જોવા મળ્યા..સમગ્ર ગામ  ગામ બેટમાં ફેરવાઈ ગયું છે અને સંપર્ક વિહોણું થયું છે.


દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતનાસમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પરતમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

સાબરમતીમાં પ્રદૂષણ કરનારાની ખૈર નહીં/ અમે હવે કોઈને છોડીશું નહીં, રાજકારણીઓની હિંમત કેવી રીતે થઈ કે, તેઓ સરકારી કર્મચારીઓને ધમકાવી શકે

pratik shah

કઈ રીતે ભણશે ગુજરાત! 32 હજારથી વધુ સરકારી સ્કૂલો, 700 સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક ઉપાડે છે ભણતરનો ભાર

pratik shah

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!