GSTV

ટેકાના ભાવે મગફળીની ખરીદીના પહેલા દિવસે જ ખેડૂતોએ આ કારણે દેકારો બોલાવ્યો

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ તો થઈ. પરંતુ પ્રથમ દિવસે જ ખેડૂતોમાં દેકારો બોલી ગયો. ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા સવારે નવ વાગ્યે શરૂ થવાની હતી. પણ ખરીદીની પ્રકિયા મોડી અને ગોકળગાય ગતિએ શરૂ થતાં ખેડૂતોમાં દેકારો બોલ્યો હતો. તેમાં પણ કેટલાક ખેડૂતોની મગફળીમાં માટી હોવાનું અધિકારીએ કહેતા ખેડૂતો ઉકળી ઉઠ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો. જો કે ઘટનાસ્થળ પર હાજર પોલીસે મામલો શાંત પાડ્યો હતો.

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં ઓપન બજારમાં માલ વેચવા આવતા ખેડૂતો અપૂરતા ભાવથી નારાજ છે. તો ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતો પણ ખુશ નથી. જે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી તેમાંના પચાસ ખેડૂતોને માલ લઈને બોલાવ્યા હતા.

ખેડૂતો વહેલી સવારે પોતાનો માલ લઈ યાર્ડ પર પહોંચ્યા હતા. ટેકાના ભાવે મગફળી ખરીદીની કાર્યવાહી નવ વાગ્યે શરૂ થવાની હતી. પરંતુ સમયસર કામગીરી શરૂ થઈ ન હતી. મોડે મોડે કામગીરી શરૂ તો કરવામાં આવી પણ, ગોકળગાય ગતિએ ચાલતા ખેડૂતો નારાજ જોવા મળ્યા હતા.

ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ હતી ત્યારેજ જવાબદાર અધિકારીએ એક ખેડૂતની મગફળીમાં માટી હોવાનું કહેતા ખેડૂતો ઉશ્કેરાયા હતા. ખેડૂતોએ અધિકારીઓને ગત વર્ષના મગફળી કૌભાંડની યાદ અપાવી હતી. જોકે આ મામલે જવાબદાર અધિકારી પોતાની ચોટલી બચાવી રહ્યા છે. તેમના મતે 50 ખેડૂતોને અલગ અલગ સમયે બોલાવ્યા છે પણ ખેડૂતો સમય પહેલા આવી જતાં વ્યવસ્થા થઈ હતી.

ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા આસાન નથી રહેવાની તે જોતા પ્રથમ દિવસથી જ હાપા માર્કેટ યાર્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવાની નોબત આવી છે. ત્યારે ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રકિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત થાય તે માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે.

READ ALSO 

Related posts

પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આપવું હાનિકારક, આ રિપોર્ટ વાંચી લેજો કોઈ દિવસ નહીં આપો દૂધ

Ankita Trada

બિહાર ચૂંટણી: ચિરાગ પાસવાનના મેનીફેસ્ટોમાં છલકાયું ‘અટલ સ્વપ્ન’, જાણો અન્ય શું શું કર્યા વાયદા

pratik shah

પેટા ચૂંટણીનો જંગ/ ગુજરાતમાં જામ્યો ચૂંટણીનો રંગ, વિશ્વાસઘાત નામથી કોંગ્રેસે કેમ્પેઇનની કરી શરુઆત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!