GSTV
Home » News » જેતપુર, જામજોધપુર બાદ હવે રાજ્યના આ શહેરમાં ખાતર કૌભાંડ આવ્યું સામે

જેતપુર, જામજોધપુર બાદ હવે રાજ્યના આ શહેરમાં ખાતર કૌભાંડ આવ્યું સામે

જામનગર જિલ્લાના બાજરંગપુરમાં પણ સરદાર ડીએપી ખાતરની ગુણોમાં 300થી 400 ગ્રામ ઓછુ ખાતર જોવા મળ્યું છે. ખેડૂતોએ ખાતરની ગુણોનું વજન કરાતા બે ગુણોમાં 900 ગ્રામ ખાતર ઓછું જોવા મળ્યું છે. જામનગર જિલ્લાના બાજરંગપુરામાં પણ ખેડૂતોએ ખાતર ચેક કરતા ગુણોમા ઓછી ભરતી જોવા મળી હતી.

ખેડૂત આગેવાન પાલ આંબલિયા અને કૉંગ્રેસ અગ્રણીઓ દ્વારા જીએસએફસી એગ્રોટેકમાં રાસાયણિક ખાતરની ચકાસણી કરી હતી. જેમાં તોલ કરતા ખાતરની થેલીઓમાં વજન ઓછું જોવા મળ્યું હતુ. સાથે જ જેતપુર, જામજોધપુર બાદ હવે જામનગરમા પણ ખાતર કૌભાંડ સામે આવ્યું છે. જામનગર કિસાન સુવિધા કેન્દ્રમાં DAPની થેલીમાં 420 ગ્રામ વજન ઓછું નીકળ્યું હતું.

દ્વારકા જિલ્લાના ભાણવડમાં કોંગ્રેસ ખેડૂત હિતરક્ષક સમિતિના ગિરધર ભાઈ વાઘેલા,અને કોંગ્રેસના કાર્યકરે ભાણવડના જી.ટી.એલ. ખાતરના ડેપો ખાતે તાપસ કરતા કૌભાંડ સામે આવ્યું છે. જી.એસ.એફ.સી.અને જી.એ.ટી.એલ ખાતર સરદાર dap (1846) અને aps (202013) ની દસ જેટલી બોરીઓ તપાસ કરતા બધી બોરીઓમાં 200 ગ્રામથી 1 કિલો સુધી ઓછી નીકળી હતી.ત્યારે કોંગ્રેસ કાર્યકરો દ્વારા રોજકામ કરી તોલમાપ અધિકારીને જાણ કરી આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી ટેલીફોનિક રજુઆત કરી હતી.

READ ALSO

Related posts

સુપરસ્ટાર સલમાને મમ્મી સાથે કર્યો ડાન્સ, ઝડપથી થઈ રહ્યો છે VIDEO વાયરલ

Dharika Jansari

આસામમાં ભારે વરસાદ બાદ 16 ગેંડા સહિત 187 વન્યજીવોના મોત

Bansari

અરવલ્લી : તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે મેચ ટાઈ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!