GSTV

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Last Updated on June 22, 2021 by Zainul Ansari

જામનગરમાં જીજી હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટ સાથે યૌન શોષણ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. બહુચર્ચિત યૌન શોષણ મામલે પહેલી કાર્યવાહી થઈ છે. પોલીસે મુખ્ય આરોપી તરીકે એચ.આર.મેનેજર એલ.બી.પ્રજાપતિ સામે ગુનો દાખલ કર્યો છે.

જીજી હોસ્પિટલ

પોલીસે આરોપી એલ.બી.પ્રજાપતિ અને અન્ય એકની ધરપકડ કરી છે. શારીરિક છેડછાડની કલમ મુજબ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યૌન શોષણ પ્રકરણ મામલે તપાસ કમિટીએ રિપોર્ટ તૈયાર કરી કલેકટર મારફતે ગૃહ વિભાગને સોંપ્યો હતો.

મહિલા સંગઠનો સહિતના લોકોએ ન્યાયની માંગ કરીને પોલીસ ફરિયાદ કરવાની પણ માંગણી કરી હતી. ન્યાયની માંગણી સાથે મહિલાઓ અચોક્કસ મુદત માટે ધરણા પર ઉપરી હતી. આજ રાત સુધીમાં FIR નહીં થાય તો મહિલાઓએ કાલે સવારે 11 વાગ્યાથી લાલ બંગલા સર્કલ ઉપર આમરણાંત ઉપવાસ પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે હવે પોલીસે ફરિયાદ દાખલ કરીને હોસ્પિટલના એચ.આર મેનેજર સહિત બે આરોપીને ઝડપ્યા છે.

મહિલા આયોગે ડીજીપીને લખ્યો હતો પત્ર

જામનગરની જીજી હોસ્પિટલમાં જાતિય સતામણીનો મામલો મહિલા આયોગે ઘટનાની ગંભીરતાને પગલે ડીજીપીને પત્ર લખ્યો. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ રીપોર્ટ સત્વરે મોકલવા સુચના આપી છે. હકીકતમાં કેટલી યુવતિઓ ભોગ બની છે તે અંગે તપાસ કરી વિગતો મોકલવા સુચના આપી છે. 60થી વધુ યુવતિઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું છે.

જામનગરની જી. જી. હોસ્પિટલના કથિત યૌન શોષણ મામલામાં ૮ જેટલી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધાવામાં આવ્યા છે. જે મહિલા કર્મચારીઓએ તેમના નિવેદનો નોંધાવ્યા પછી તેમાં ફેરફાર કરાઇ રહયો હોવા તેમજ પોતાને ડરાવવા માટે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછીને તેના વિડીયો શુટીંગ કરી ભય ઉભો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરી અસંતોષ વ્યક્ત કરતા ઉહાપોહ મચી ગયો છે.

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે ગંભીર આક્ષેપો પછી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી તપાસના આદેશો અપાયાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવી હતી અને તે કમિટી દ્વારા ગઈકાલે ૭૦થી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું. જેમાં સાડા છ કલાકની કવાયત પછી આઠ મહિલા કર્મીઓએ નિવેદન નોંધાવ્યા હતા. જે નિવેદન સાાૃથેનો રિપોર્ટ તૈયાર કરીને આજે જિલ્લા કલેક્ટરને સોંપી દેવાયો છે. જેના આ ધારે વહીવટીતંત્ર દ્વારા હવે આગામી કાર્યવાહી કરાશે, જેના પર સૌની મીટ મંડાયેલી છે.

કોર્ટ


જામનગર જી. જી. હોસ્પિટલના હંગામી મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે બનાવાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા કર્મચારીના નિવેદનો નોંધતી વખતે વિડીયો શુટીંગ કરી લેવાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે વિડીયો શુટીંગ તપાસના કામ માટે અનામત રાખવામાં આવશે, તેમ જણાવાયું છે. જે તમામ વિડીયોગ્રાફી કોઈપણ આ પ્રકારે રિલીઝ કરવામાં નહીં આવે તેવી તપાસ કમિટીના ઇન્ચાર્જ પ્રાંત અિાૃધકારી આસૃથા ડાંગર દ્વારા બાહેંધરી અપાઈ છે.

પોલીસ

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ બજાવતી હંગામી મહિલા કર્મચારીઓ સાથેના યૌન શોષણના આક્ષેપ સાથેની ફરિયાદ પછી રાજ્ય સરકારે આપેલા તપાસના આદેશને પગલે જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ત્રણ અધિકારીઓની એક કમિટી બનાવી હતી. જેના હેડ તરીકે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની નિમણૂક કરાઈ હતી. જેમની સાથે જામનગર શહેર વિભાગના એએસપી નીતીશ કુમાર પાંડે અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ જોડાયા હતા. જે ત્રણેયની કમિટી દ્વારા ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી જી. જી. હોસ્પિટલની તમામ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું અને ૭૦ાૃથી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવવામાં આવી હતી. જે નિવેદનની પ્રક્રિયા દરમિયાન માત્ર આઠ મહિલા કર્મચારીઓએ નિવેદન નોંધાવવા સહમતી દર્શાવી હતી.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!