GSTV

જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: મહિલા આયોગે ડીજીપીને લખ્યો પત્ર, તપાસનો રિપોર્ટ મોકલાવ આપી સૂચના

Last Updated on June 18, 2021 by Pritesh Mehta

જામનગરની જીજી હોસ્પિટલમાં જાતિય સતામણીનો મામલો મહિલા આયોગે ઘટનાની ગંભીરતાને પગલે ડીજીપીને પત્ર લખ્યો. સમગ્ર ઘટનામાં તટસ્થ તપાસ રીપોર્ટ સત્વરે મોકલવા સુચના આપી છે. હકીકતમાં કેટલી યુવતિઓ ભોગ બની છે તે અંગે તપાસ કરી વિગતો મોકલવા સુચના આપી છે. 60થી વધુ યુવતિઓ ભોગ બની હોવાનું સ્થાનિક તબીબે નામ નહિ આપવાની શરતે નિવેદન આપ્યું છે.

જીજી હોસ્પિટલ

જામનગરની જી. જી. હોસ્પિટલના કથિત યૌન શોષણ મામલામાં ૮ જેટલી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધાવામાં આવ્યા છે. જે મહિલા કર્મચારીઓએ તેમના નિવેદનો નોંધાવ્યા પછી તેમાં ફેરફાર કરાઇ રહયો હોવા તેમજ પોતાને ડરાવવા માટે અલગ અલગ રીતે પ્રશ્નો પૂછીને તેના વિડીયો શુટીંગ કરી ભય ઉભો કરાયો હોવાનો ગંભીર આક્ષેપ કરી અસંતોષ વ્યક્ત કરતા ઉહાપોહ મચી ગયો છે.

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ પરિસરમાં મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે ગંભીર આક્ષેપો પછી રાજ્ય સરકાર દ્વારા તાત્કાલીક અસરથી તપાસના આદેશો અપાયાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવી હતી અને તે કમિટી દ્વારા ગઈકાલે ૭૦થી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવી નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું. જેમાં સાડા છ કલાકની કવાયત પછી આઠ મહિલા કર્મીઓએ નિવેદન નોંધાવ્યા હતા. જે નિવેદન સાાૃથેનો રિપોર્ટ તૈયાર કરીને આજે જિલ્લા કલેક્ટરને સોંપી દેવાયો છે. જેના આ ધારે વહીવટીતંત્ર દ્વારા હવે આગામી કાર્યવાહી કરાશે, જેના પર સૌની મીટ મંડાયેલી છે.

કોર્ટ


જામનગર જી. જી. હોસ્પિટલના હંગામી મહિલા કર્મચારીઓના યૌન શોષણ મામલે બનાવાયેલી તપાસ કમિટી દ્વારા મહિલા કર્મચારીના નિવેદનો નોંધતી વખતે વિડીયો શુટીંગ કરી લેવાયાની પુષ્ટિ કરવામાં આવી હતી. જે વિડીયો શુટીંગ તપાસના કામ માટે અનામત રાખવામાં આવશે, તેમ જણાવાયું છે. જે તમામ વિડીયોગ્રાફી કોઈપણ આ પ્રકારે રિલીઝ કરવામાં નહીં આવે તેવી તપાસ કમિટીના ઇન્ચાર્જ પ્રાંત અિાૃધકારી આસૃથા ડાંગર દ્વારા બાહેંધરી અપાઈ છે.

પોલીસ

જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલના કોવિડ વિભાગમાં ફરજ બજાવતી હંગામી મહિલા કર્મચારીઓ સાથેના યૌન શોષણના આક્ષેપ સાથેની ફરિયાદ પછી રાજ્ય સરકારે આપેલા તપાસના આદેશને પગલે જામનગરના જિલ્લા કલેકટર રવિશંકર દ્વારા ત્રણ અધિકારીઓની એક કમિટી બનાવી હતી. જેના હેડ તરીકે પ્રાંત અધિકારી આસ્થા ડાંગરની નિમણૂક કરાઈ હતી. જેમની સાથે જામનગર શહેર વિભાગના એએસપી નીતીશ કુમાર પાંડે અને ડેન્ટલ કોલેજના ડીન ડો. નયના પટેલ જોડાયા હતા. જે ત્રણેયની કમિટી દ્વારા ગઈકાલે બપોરે ચાર વાગ્યાથી જી. જી. હોસ્પિટલની તમામ હંગામી મહિલા કર્મચારીઓના નિવેદન નોંધવાનું શરૃ કર્યુ હતું અને ૭૦ાૃથી વાૃધુ મહિલા કર્મચારીઓને બોલાવવામાં આવી હતી. જે નિવેદનની પ્રક્રિયા દરમિયાન માત્ર આઠ મહિલા કર્મચારીઓએ નિવેદન નોંધાવવા સહમતી દર્શાવી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!