GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

જામનગર/ ચકચારી પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી માંગ્યો રિપોર્ટ,જાતીય સતામણી મામલે બે લોકોના નામે સામે આવ્યા

જામનગરની જીજી હોસ્પિટલની કોવિડ હોસ્પિટલમાં એટેન્ડન્ટ યુવતીઓના જાતીય સતામણી મામલે બે લોકોના નામે સામે આવ્યા છે..એસઆઇટીની તપાસમાં બે લોકોના નામ સામે આવતા હોસ્પિટલ દ્વારા તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવ્યા છે..હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે કહ્યું હતુ કે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી તપાસની કામગીરી કરી…જેમાં હોસ્પિટલ તંત્ર દ્વારા પણ પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો.

રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી રિપોર્ટ માગ્યો

આ ચકચારી પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગે DGPને પત્ર લખી રિપોર્ટ માગ્યો હતો. સરકારી કોવિડ હોસ્પિટલમાં મહિલા એટેન્ડન્ટના થયેલા શારીરિક શોષણ મામલે રાજ્ય મહિલા આયોગ દ્વારા ડીજીપીને પત્ર લખી સત્વરે તપાસ કરવા સૂચના આપવામા આવી હતી. આ મામલે કુલ કેટલી મહિલાઓ ભોગ બની છે તે અંગે પણ તપાસ કરી રિપોર્ટ કરવા સૂચના આપવામા આવી હતી.

ફરિયાદમાં વિલંબ થતા મહિલા પંચે આંદોલનની ચીમકી આપી

આ સમગ્ર પ્રકરણમાં રાજ્ય મહિલા આયોગ ઉપરાંત અમદાવાદની ત્રણ મહિલા સંસ્થાઓના મહિલા આગેવાનોએ પણ પીડિત મહિલા એટેન્ડન્ટની મુલાકાત લઇને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી..એટલું જ નહીં ફરિયાદમાં વિલંબ થતા મહિલા પંચે આંદોલનની ચીમકી આપી હતી..

જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામા આવી

મહિલા એટેન્ડન્ટને ન્યાય મળે તે માટે જામનગરમાં અગ્રણી મહિલાઓ દ્વારા મહિલા પંચની રચના કરવામા આવી હતી. મહિલા પંચ દ્વારા જામનગર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામા આવી હતી. ત્યારબાદ મંગળવારે લાલબંગલા સર્કલમાં ધરણા પણ યોજવામા આવ્યા હતા.આ સમગ્ર બાબતને લઈને રાજકારણ ગરમાયું…એક બાદ એક રાજકીય પાર્ટીઓના આગેવાનો મેદાને આવ્યા અને મહિલાઓના ન્યાય માટે માંગણીઓ કરી હતી. આમ આદમી અને કોંગ્રેસ રાજકીય લાભ ઉઠાવવા માટે મેદાને આવી. મહિલા શોષણની ઘટનાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

READ ALSO

Related posts

પાટીલનો કેજરીવાલને પડકાર/ પધારો અને અમારી સ્કૂલો જુઓ, 21 હજાર બાળકોએ ખાનગીમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો

GSTV Web Desk

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu

દારૂડીયા પતિનું કારસ્તાન / પત્નીની આવકમાંથી દારૂનો નશો કરતા પતિએ તેના પર જ કર્યો એસિડ એટેક

GSTV Web Desk
GSTV