GSTV
Jamnagar Trending ગુજરાત

દંગલ / બે મહિલાઓની લડાઇ વચ્ચે પોલીસને પડ્યુ ભારે, પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યા વરવા દ્રશ્યો

પોલીસ

જામનગરની ડી.કે.વી. કોલેજ પાસે બે મહિલાઓનું દંગલ જોવા મળ્યું. એટલુ જ નહી કાયદાની રક્ષા કરતી પોલીસે તેમની સામે કાર્યવાહી કરતા મહિલાઓ પોલીસ પર પણ વરસી પડી અને પોલીસ સ્ટેશનમાં પોલીસ જવાનો સાથે ઉદ્ધતાઈ ભર્યુ વર્તન કર્યુ. પોલીસ સ્ટેશનમા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ડી.કે.વી કોલેજ પાસે મહિલાઓ વચ્ચે કોઈ તકરાર થઈ હતી. તેને લઈ પોલીસ તાત્કાલિક ત્યા પહોંચી હતી.

જામનગર ખાતે આવેલી ડી.કે.વી. કોલેજ નજીક બે મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો. બાદમાં આ ઝગડો વધતા પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો. મહિલાઓ વચ્ચે તકરાર થતા પોલિસની પીસીઆર વાન પહોચ્યા હતા, ત્યા પણ મહિલાઓનો રોષ ઓછો થયો નહતો અને પોલીસ સ્ટેશનમાં વરવા દ્રશ્યો સર્જાયા હતા. જાહેર માર્ગ પર તકરાર કર્યા બાદ પોલિસને કાર્યવાહી કરતા મહિલા પોલિસ પર હુમલો કર્યો હતો. સીટી બી ડીવીઝન પોલીસ મથકે પણ પોલિસ સાથ ઝીભાજોડી કરી પોલીસને માર માર્યો હતો. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

આવી ગયો છે દુનિયાનો પહેલો એવો સ્માર્ટ ફોન, બોડીમાં ચીપકેલા રહશે ઈયરબડ્સ : પાણીમાં પણ નહીં થાય ખરાબ, જાણી લો તેના ધાંસૂ ફિચર્સ

Hardik Hingu

ફાયદાની વાત/ તમારી પત્નીનું ભવિષ્ય સુરક્ષિત કરવા આજે જ ખોલાવી દો સ્પેશ્યલ એકાઉન્ટ, નિવૃત્તિ પછી દર મહિને મળશે 45 હજાર રૂપિયા

Binas Saiyed

‘આઝાદીનો અમૃત મહોત્સવ’ / એશિયાના સૌથી મજબૂત અર્થતંત્ર તરીકે ઉભરી શકે છે ભારત, મોર્ગન સ્ટેનલીનો અંદાજ

Hardik Hingu
GSTV