GSTV
World

Cases
2843905
Active
2087392
Recoverd
340195
Death
INDIA

Cases
73560
Active
54441
Recoverd
3867
Death

જામનગર જિલ્લા પંચાયતની ચૂંટણી : કોંગ્રેસ તરફથી નયનાબેન માધાણીએ ફોર્મ ભર્યુ

જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખદ પદની ચૂંટણી આવતીકાલે યોજાશે. આગામી અઢી વર્ષની ટર્મ સામાન્ય મહિલા અનામત છે ત્યારે સત્તાધારી પક્ષ કોંગ્રેસ દ્વારા પ્રમુખ પદ માટે ધુતારપર બેઠક પરથી ચૂંટાયેલા નયનાબેન માધાણીએ ફોર્મ ભર્યું છે. ઉપપ્રમુખ પદ માટે અલિયા બેઠક પરથી ચૂંટાયેલા વશરામભાઈ રાઠોડે ફોર્મ ભર્યું હતુ.

જિલ્લા પંચાયતમાં હાલ કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી છે. છતાં ભાજપના પોમલબેન ભંડેરીએ પ્રમુખપદ માટે અને ગીતાબા જાડેજાએ ઉપપ્રમુખદ પદ માટે ઉમેદવારી કરી છે. જિલ્લા પંચાયતમાં કુલ 24 સભ્યો છે. જેમાં અઢી વર્ષ પહેલા ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના 17 જ્યારે ભાજપના 7 સભ્યો ચૂંટાયા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણી સમયે કોંગ્રેસના ત્રણ સભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા હતા. જેથી ભાજપ પાસે હાલ દસ સભ્યો છે. કોંગ્રેસ દ્વારા હાલ જે પાર્ટી છોડી ચાલી ગયેલા ત્રણ સભ્યોને પણ વ્હીપ આપવામા આવ્યો છે. જો કોઈ નવાજૂની ન થાય તો કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત નિશ્ચિત માનવામા આવી રહી છે.

Related posts

અમદાવાદ : પોલીસમાં વધી રહેલા સંક્રમણને લઈને અધિકારીઓ માટે જાહેર કરાઈ સૂચના

Nilesh Jethva

લોકડાઉન : છૂટક બજારોમાં અનાજના ભાવ આસમાને, હોલસેલના વેપારીઓના કાળાબજાર

Nilesh Jethva

મહેસાણામાં ડોક્ટર સહિત બે વ્યક્તિનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ, જિલ્લામાં કુલ 88 કેસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!