GSTV

સરકારને જગાડવા માટે કાલાવાડમાં ખેડૂતોનું અનોખું પ્રદર્શન, ખાલી ડેમમાં ગરબા રમ્યા

જામનગરના કાલાવડના ખરેડી ગામે 10 ગામના ખેડૂતોએ એકઠા થઈને વિવિધ માંગો મુદ્દે આકરુ વિરોધ પ્રદર્શન યોજ્યુ છે. અને તેઓએ ગાંધીનગર સુધી રેલીની ચીમકી ઉચ્ચારી છે. 10 ગામના ખેડૂતો અને સરપંચોએ કાલાવડ ખાતે એકત્ર થયા હતા. અને ત્યાં ઢોલ નગરા, નનામી, પોસ્ટર, દેખાવો સાથે પ્રદર્શન યોજ્યુ છે. મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ આ રેલીમાં જોડાઈ છે. તેઓએ દૂધ અને ડુંગળી સહિતના શાકભાજી ઠાલવીને વિરોધ દર્શાવ્યો છે.

10 ગામના ખેડૂતો ખેરડી ગામ ખાતે આવેલા ડેમમાં પહોંચ્યા હતા અને ત્યાં મહિલાઓએ ગરબે ઘુમી વિરોધ વ્યક્ત કર્યો હતો. 10 ગામના ખેડૂતો દેવા માફ, દિવસના સમયે વીજળી, પીવાનું પાણી, પશુઓને ઘાસચારો આપવાની કરવાની માંગ કરતા જોવા મળ્યા છે. તો સાથ જ કાલાવડને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા ખેડૂતોએ ખાલી માટલા દર્શાવી તેના પર પાણી નથીના પોસ્ટર મુકી વોરોધ વ્યક્ત કર્યો હતો. મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શનમાં જોડાયેલી બહેનોએ સરકારના છાજીયા લીધા હતા. તો સાથે જ નનામી કાઢીને સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.

Related posts

અમદાવાદના આ 8 વિસ્તારમાં છે કોરોનાની દહેશત, જોખમ વધતા ડ્રોનથી દંવનો છંટકાવ

Pravin Makwana

કોરોનામાં સુપ્રીમ કોર્ટે મોદી સરકારને કર્યો આ આદેશ, જો કે આ રાહત પણ આપી

Pravin Makwana

કોરોના સારવારની જે દવા માટે ટ્રંપે ભારતને ધમકી આપી છે, તેના વિશે અમેરિકાના ડૉક્ટરોને છે આ શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!