GSTV
Home » News » જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 જેટલા ગામો પાણીથી વંચિત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 જેટલા ગામો પાણીથી વંચિત

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 17 જેટલા ગામોને પાઈપલાઈનથી પાણી મળતું નથી. જાહેર હિસાબ સમિતિએ બે દિવસ દરમિયાન કરેલી બંને જિલ્લાની સ્થળ મુલાકાત બાદ સામે આવી છે. બંને જિલ્લામાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે વર્ષ 2007માં જૂથ યોજનાઓ બનાવવામાં આવી હતી. વર્ષ 2009-10થી આ યોજના મારફત પાણી આપવાનું શરૂ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ, કેગના રિપોર્ટમાં આ યોજનામાં ખામી દેખાઈ હતી. જે મામલો જાહેર હિસાબ સમિતિ સમક્ષ આવ્યો હતો.

સમિતિએ છેલ્લા બે દિવસ બંને જીલ્લાના આઠ ગામોની મુલાકાત કરી હતી. અને એજી દ્રારા જે પેરા આપવામાં આવ્યો હતો તેની ખરાઈ કરી હતી. અધ્યક્ષનું માનીએ તો, તેઓની સ્થળ તપાસ દરમિયાન પાણી પુરવઠાની જૂથ યોજનાઓમાં અનેક ક્ષતિઓ જોવા મળી છે. જ્યારે 16થી 17 ગામો એવા છે કે, જેમાં જૂથ યોજનાનું કામ પૂર્ણ થયાના નવ વર્ષ બાદ પણ પાણી પહોંચતું નથી. જાહેર હિસાબ સમિતિએ જામનગરમાં ગુરુવારે એક બેઠક યોજી હતી અને સમગ્ર બાબતથી ઉચ્ચ અધિકારીઓને વાકેફ કર્યા હતા. આ મામલે તેઓ ડીટેઈલ રિપોર્ટ સરકાર સમક્ષ પણ રજૂ કરશે.

Related posts

ઈલેક્ટ્રીક ડિવાઈસોમાં આ રીતે થાય છે સોનાનો ઉપયોગ

Dharika Jansari

બ્રિટનમાં દાક્તરની કરવા માગતા લોકો માટે ખુશ ખબર, હવે નહીં આપવી પડે આ બે પરિક્ષાઓ

Mayur

ઝારખંડમાં બાળકી પર બળાત્કાર કરી હત્યા કરનારને ફાંસીની સજા

Mayur
Do NOT follow this link or you will be banned from the site!