GSTV

રેઢિયાળ તંત્ર / જામનગરમાં ઢોરના ડબ્બામાં અબોલ પશુઓની દયનિય સ્થિતિ, નથી કોઈ રખેવાળ કે નથી કોઈ કર્મચારી : શું છે વરવી વાસ્તવિકતા ?

Last Updated on August 28, 2021 by Pritesh Mehta

જામનગર મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં રેઢિયાળ તંત્ર ચાલી રહ્યું છે. જામનગર જીએસટીવીની ટીમ રણજીતસાગર પાસે આવેલા ઢોરના ડબ્બામાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે એક પણ કર્મચારી ત્યાં હાજર ન હતો. અબોલ પશુઓની કેવી છે દયનીય સ્થિતિ?? શું છે તંત્રના દાવા. ?? અને શું છે જમીની સ્તરની વાસ્તવિકતા?? જુઓ વિશેષ અહેવાલમાં.

જામનગર

વાત છે જામનગરની. રણજીતસાગર પાસે ઢોરના ડબ્બાની. અહીં જે ઢોરોને રાખવામાં આવ્યા છે તેની હાલત કેવી છે અને તંત્ર શું કરી રહ્યું છે તેનું જીએસટીવીની ટીમે વાસ્તવિકતા તપાસી. કોંગ્રેસના કોર્પોરેટર આનંદ રાઠોડ પણ સાથે હતા. દરમિયાન જોવા મળ્યું કે અહીં એક પણ કર્મચારી ન હતો.

અહીં ઢોરોની રખેવાળી માટે 6 લોકોને ફરજ સોંપાઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે કર્મચારીઓ હાજરી પૂરાવીને ચાલ્યા જાય છે. કોંગ્રેસના કોર્પોરેટર આનંદ રાઠોડે અધિકારીનો સંપર્ક કરી જાણ કરી ત્યારે કર્મચારીઓ તાત્કાલિક હાજર થયા. પરંતુ બાદમાં કોઈને કોઈ બહાનું કાઢી પોતાનો લૂલો બચાવ કર્યો.

જીએસટીવીની ટીમે રજિસ્ટર ચેક કર્યું ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કુલ ૧૯૧ પશુઓના મોત ઢોરવાડામાં થયા છે. માત્ર ઓગસ્ટ મહિનામાં જ 20 પશુઓના મોત ચોપડે નોંધાયા છે. કોર્પોરેટર આનંદ રાઠોડે આ ઢોરવાડાને મીની કતલખાના સાથે સરખામણી કરી. તેમણે કહ્યું કે માત્ર અહીં નહીં પણ જામનગરના બધા જ ઢોરવાડાન આવી સ્થિતિ છે. તેમણે હપ્તા સિસ્ટમ ચાલતી હોવાના ગંભીર આક્ષેપો કર્યા.

ઘણા સમયથી પશુઓને અપૂરતો ખોરાક અપાતો હોવાની ફરિયાદો ઉઠી હતી. ૪ થી ૫ પશુઓને થાય એટલો ઘાસચારો 80 પશુઓ માટે રાખવામાં આવ્યો છે. જીએસટીવીની ટીમે ડેપ્યુટી કમિશનર સાથે ટેલિફોનિક વાતચીત કરી. દરમિયાન તેમણે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે. અને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / કમોસમી વરસાદના કારણે LRD ભરતી પ્રક્રિયા પર અસર, 3 અને 4 તારીખે યોજાનારી શારીરિક પરીક્ષા મોકૂફ

Zainul Ansari

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!