GSTV

જામનગરમાં કોરોનાની બીમારીએ ભરડો લીધો, નાગરિકોએ સહકાર આપવા અપીલ

જામનગરમાં કોરોનાની બીમારીએ ભરડો લીધો છે. લોકલ સંક્રમણ વધુ પ્રબળ બનતા દરરોજ દસથી વધુ દર્દીઓ નોંધાઈ રહ્યા છે. ત્યારે શહેરની સ્થિતિની સમીક્ષા કરવા આજે જિલ્લાના પ્રભારી અને રાજ્યના મહેસુલ કમિશનરે જામનગરની મુલાકાત લીધી હતી. જામનગરના પ્રભારી સચિવ એસ.એમ.પટેલે કોવિડ-૧૯ અને વર્ષાઋતુની પરિસ્થિતિ અંગે પત્રકાર પરિષદ યોજી હતી.

જેમાં કોરોનાની સ્થિતિને લઈને તેઓએ ચિંતા વ્યક્ત કરી હતી. જિલ્લામાં વધતા સંક્રમણને રોકવા તમામ નાગરિકોએ સહકાર આપવા અપીલ કરી હતી. રાજ્યના મહેસુલ તપાસણી કમિશનરે જામનગરને લઈને ચિંતા વ્યક્ત કરી અને લોકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અપીલ કરી. જિલ્લા પ્રભારીએ કોવિડ હોસ્પિટલ, આયુર્વેદ કેર સેન્ટર, ધનવંતરી રથ અને કન્ટેઇનમેન્ટ ઝોનની મુલાકાત લીધી હતી.

READ ALSO

Related posts

એનએસયુઆઈ દ્વારા પીપીઈ કીટ પહેરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષા મોફુક રાખવા કરી રજૂઆત

Nilesh Jethva

Video: બિમારીની હાલતમાં પણ દેશભક્તિ ન ભૂલ્યા ધર્મપાલ ગુલાટી, મસાલા કિંગનો આ છેલ્લો વીડિયો જોઇને તમે પણ કરશો સલામ

Bansari

અંત્રોલી ગામે યુવકની ગળુ કાપી ઘાતકી હત્યા, દાહોદમાં નજીવી બાબતે કાકાએ કર્યું ભત્રીજાનું ખૂન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!