GSTV
Gujarat Government Advertisement

કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ

Last Updated on April 18, 2021 by Dhruv Brahmbhatt

જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા મોતનું તાંડવ સર્જાયું છે. સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ વેઈટિંગ જેવી સ્થિતિ સર્જાયેલી છે. સ્મશાનગૃહમાં એક સાથે 12 મૃતદેહના અંતિમ સંસ્કાર કરાઇ રહ્યાં છે. કોવિડની સારવાર દરમ્યાન દર્દીઓના મોત થતા અહીં કોવિડ ગાઈડલાઈન્સ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યાં છે. ખૂબ જ મોટી સંખ્યામાં મૃતદેહના અંતિમ સંસ્કાર થતા હોવાથી સ્મશાનમાં એક સાથે 12 ચિતાઓ સળગતી જોવા મળી હતી. જામનગર શહેરમાં ઠેર-ઠેર આક્રંદ અને ગમગીની જેવો માહોલ જોવા મળે છે.

જામનગર કોવિડ હોસ્પિટલની હાલત અતિ ગંભીર

અત્રે નોંધનીય છે કે, જામનગરમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની છે. જામનગરની કોવિડ હોસ્પિટલ ફૂલ થતાની સાથે જ બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગી છે. હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાના કારણે જામનગર કોવિડ હોસ્પિટલની હાલત ગંભીર બની છે. હૈયું કંપાવી દેનાર દ્રશ્યો વચ્ચે જામનગરની સરકારી હોસ્પિટલના 1 હજાર 807 બેડ ફૂલ થયા છે. આવતી કાલે નવા 370 બેડની વ્યવસ્થા ઊભી થવાની છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં જાય તો 6 હજારથી થી 19 હજાર સુધીનાં પ્રતિ દિન ચાર્જીસ વસૂલવામાં આવે છે. આવામાં જામનગરવાસીઓ જો બીમાર થાય તો જાયે તો જાયે કહાં જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

ઉલ્લેખનીય છે કે, આજ રોજ રાજ્યમાં કોરોનાના નવા 10,340 કેસો નોંધાયા છે. જેને અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે. જ્યારે આજે મોતનો આંકડો પણ 100 ને પાર થઇ ગયો છે. એટલે કે આજ રોજ નવા 110 લોકોના મોત નિપજ્યાં છે.

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિતના જિલ્લાઓમાં હવે સ્થિતિ અત્યંત ગંભીર થતી જોવા મળી રહી છે. એવામાં આજ રોજ અમદાવાદમાં વધુ નવા 3694, સુરતમાં 2425 અને રાજકોટમાં 811 નવા કેસો નોંધાયા છે.

કુલ 5377 દર્દીઓના મોત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કુલ 110 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ અને સુરતમાં 28-28, રાજકોટમાં 11 અને વડોદરામાં 10 દર્દીઓ સહિત આજ રોજ નવા 110 લોકોનાં મોત નિપજ્યાં છે. રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 5377 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61 હજારએ પહોંચી

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 3981 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3,37,545 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 61,647 એ પહોંચી છે. જ્યારે 329 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 61,318 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

READ ALSO :

Gujarat Government Advertisement

Related posts

ખાતરનો ભાવવધારો/ કોરોનામાં ગુજરાતના ખેડૂતો બરબાદ, રૂપિયા 1200 કરોડનો જગતના તાતને પડશે ફટકો

Bansari

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!