GSTV

જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ નોંધાતા ચિંતા વ્યાપી/ મોરકંડા રોડ પરની સોસાયટીમાં કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર, પતરા લગાવી દીધા

Last Updated on December 5, 2021 by Pravin Makwana

કોરોના વાયરસનો ઓમીક્રોન વેરીયંટનો રાજયનો પ્રથમ કેસ જામનગરમાંથી સામે આવ્યો છે. જેને પગલે આરોગ્ય તંત્રની સાથે શહેરમાં ચિંતાનું મોજું પ્રશરી ગયું છે. ઓમીક્રોન વેરીયંટ જામનગરમાં ન પ્રસરે અને મોરકંડા રોડ પરની સોસાયટી સ્પ્રેડર ન બને તે માટે તંત્રએ કન્ટેઈન્મેન્ટ જોન જાહેર કરી દીધો છે. સોસાયટી બહાર પતરાની આડસ ઉભી કરી છે.અહીંના વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરાયો છે. આરોગ્ય તંત્ર અને આવશ્યક ચીજ વસ્તુઓ સપ્લાય કરનાર સિવાયના નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ નિયમનું પાલન ન કરે તેની સામે પોલીસ કાર્યવાહીની પણ ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે રાજકોટમાં લોકો રસી લેવા માટે જાગૃત થયા છે. જામનગરમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાતા રાજકોટમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાં જેમણે પ્રથમ ડોઝ લીધો છે. તેઓ હવે બીજો ડોઝ લેવા માટે આવ્યા છે. તો બીજી તરફ તંત્ર દ્વારા લોકો વધુમાં વધુ રસી લે તે માટે અપીલ કરવામાં આવી છે.

દેશ અને રાજ્યમાં ઓમિક્રોનના વધેલી દહેશત વચ્ચે AMA દ્વારા બાળકોને રસી આપવાની માગ કરવામાં આવી છે. AMAના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર સાહિલ શાહે જણાવ્યુ કે, સરકાર બાળકોને રસી માટે મંજૂરી આપે. ઓમિક્રોનના કારણે અન્ય દેશોમાં બાળકો અને યુવાઓ સંક્રમિત થયા છે. જો બાળકોને રસી આપી દેવામાં આવે તો બાળકોને સંક્રમણથી બચાવી શકાય તેમ છે. જો રસી લીધી હશે તો ઓમિક્રોનથી બચવાની શકયતા વધી જાય છે.

READ ALSO

Related posts

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk

મોટા સમાચાર/ ખુલ્લા બજારમાં મળતી થશે કોવેક્સિન અને કોવિશિલ્ડ, સરકારની એક્સપર્ટ કમિટીની ભલામણ

Pravin Makwana

વિધાનસભા ચૂંટણીની તૈયારી / ગુજરાત યુથ કોંગ્રેસે જનરલ સેક્રેટરીઓને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી, જુઓ કોણ ક્યા કરશે સંગઠન માટે કામ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!