GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

Video/ સીએમ પહોંચે તે પહેલાં કોંગ્રેસના પ્રમુખે શરીરે કેરોસિન છાંટ્યું, આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસ ટીંગાટોળી કરીને ઉઠાવી ગઇ

આત્મવિલોપન

લમ્પી વાયરસની સ્થિતિને લઈ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે છે ત્યારે કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કેરોસીન છાંટીને આત્મવિલોપન પ્રયાસ કર્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાની પોલીસે અટકાયત કરી હતી.

તેવામાં સવાલ એ ઉઠે છે કે સામાન્ય જનતા અને વિપક્ષના નેતાઓને દેખાતી લમ્પી વાયરસની ગંભીર સ્થિતિ સરકારને ક્યારે દેખાશે. રાજ્યભરમાં લમ્પી વાયરસના કાળા કેરના કારણે પશુઓ ટપોટપ મરી રહ્યાં છે ત્યારે સરકાર હજુ પણ અસરગ્રસ્ત વિસ્તારોની માત્ર મુલાકાતો લઇને જનતાને મુર્ખ બનાવી રહી છે. આ મામલે હજુ પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

જણાવી દઇએ કે પશુઓમાં વકરતા લમ્પી વાયરસને લઈને સરકાર સતર્ક બની છે. ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલ કચ્છ બાદ સૌથી વધુ અસરગ્રસ્ત એવા જામનગરની મુલાકાતે છે. તેઓ જામનગરમાં લમ્પી વાયરસને લઈને સીએમ અધિકારીઓ સાથે મુલાકાત કરી. જ્યાં તેઓએ અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. તો સાથે જે એક સપ્તાહમાં લમ્પી પર કાબૂ મેળવવા માટેનું આયોજન હોવાની પણ પશુપાલન પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતુ.

સૌરાષ્ટ્રમાં ગૌ મૃત્યુનો સિલસિલો જારી

શ્રાવણ માસમાં ગાયને માતા ગણીને તેનું ભાવપૂર્વક પૂજન કરાય છે અને આગામી તા. 15 ઓગષ્ટના ‘બોળચોથ’નો દિવસ સદીઓથી ગાયોની ભક્તિ માટે મનાવાતો રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગૌમાતાને લમ્પી સ્કીન ડીસીઝે જીવલેણ અજગર ભરડો લીધો છે અને ગાયોના ટપોટપ મોત નીપજી રહ્યા છે. આજે રાજકોટ જિલ્લામાં સત્તાવાર મૃત્યુ આંક પણ વધ્યો છે તો સૌરાષ્ટ્રમાં સરકારી ચોપડે નોંધાતા મૃત્યુ કરતા 15થી 20 ગણા મૃત્યુ ગૌમાતાના નીપજી ચૂક્યા છે.

રાજકોટ જિલ્લામાં પશુઓની સંખ્યા 3.70 લાખ છે જેમાં ગત તા. 29થી ગઈકાલ તા.4 સુધીમાં 14(દૈનિક સરેરાશ 2) મૃત્યુ અને આજે 11 સહિત 8 દિવસમાં 25 મૃત્યુ નોંધાયા હતા. આ સામે માત્ર રાજકોટ શહેરમાં, જ્યાં પશુઓની સખ્યા માત્ર 25,000 છે ત્યાં દૈનિક સરેરાશ 40થી 50 મૃત્યુ લેખે આ સમયમાં આશરે 350 મૃતદેહોને દાટવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં આટલા સમયમાં 100થી ઓછા મૃત્યુ હોય છે.

લમ્પી

જામનગરથી અહેવાલ મૂજબ આજે ગૌવંશના 58 મૃત્યુ નોંધાયા છે, તા. 1ના 57, તા. 2ના 40, તા. 3ના 4 અને તા. 4ના 58 સહિત માત્ર ચાર દિવસમાં જ 205 ગૌવંશ મોતને ભેટયા છે.આવતીકાલે મુખ્યમંત્રી જામનગરમાં મહાપાલિકા દ્વારા લમ્પી આઈસોલેશન અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લઈને આ સ્થિતિની સમીક્ષા કરશે.

ટંકારા તાલુકાના નાનકડા હરબટીયાળી ગામમાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના પગલે 45 ગૌમાતા સહિત 50 પશુઓના મોત નીપજ્યા છે. લોકોએ જણાવ્યા પ્રમાણે હજુ રોજ ચાર-પાંચ પશુઓ મોતને ભેટે છે. તો બાબરામાં 18,000 પશુઓને વેક્સીનની કામગીરી ચાલી રહી છે જ્યાં તાલુકામાં 11 પશુઓના મોત નીપજ્યાનું જાહેર થયું છે.

લમ્પી

ગામેગામથી મળતા ગ્રાઉન્ડ રિપોર્ટ મૂજબ ગાયોના મોત સામાન્ય સંજોગો કરતા 10થી 20 ગણા વધી ગયા છે પરંતુ, સત્તાવાળાઓ તે માટે લમ્પી સ્કીન ડીસીઝને જવાબદાર ગણતા નથી અને શુ જવાબદાર તેનો ફોડ પણ પડાતો નથી. લોકોમાં અત્યંત ચિંતા અને અરેરાટી ઉપજાવતી લમ્પી સિવાયની કોઈ મહામારી કે રોગચાળા સરકારી તંત્રે જાહેર કર્યા નથી.

બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પશુપાલન તંત્ર દ્વારા મોટાપાયે વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરાઈ છે પરંતુ, વેક્સીનેશનમાં મોડુ થતા ગાયોમાં ઈમ્યુનિટી આવે તે પહેલા મૃત્યુ થઈ રહ્યાનું લોકસૂત્રો જણાવે છે.

મોરબીના સંતે ગાયો માટે અન્ન છોડી એકપગે રહેવાની ટેક લીધી

સંતો અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં લાખો ગૌપ્રેમીઓની આંતરડી હાલના લમ્પી રોગચાળાથી કકળી છે અને ગૌમાતાને બચાવવા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. મોરબીમાં મચ્છુ માતાજીની જગ્યામાં સંત રતનપુરી કેદારપુરી બાપુએ જ્યાં સુધી લમ્પી વાયરસથી ગૌમાતાને રાહત મળે ત્યાં સુધી એક પગ ઉપર ઉભા રહેવાની અને અનાજનો ત્યાગ કરવાની આકરી તપશ્ચર્યા શરૂ કરી છે.

READ ALSO

Related posts

નશાનો કારોબાર/ વડોદરામાં કેમિકલ ફેક્ટરીના નામે ધમધમતી ડ્રગ્સની ફેક્ટરી પર ગુજરાત ATSના દરોડા, ઝડપાયું 200 કરોડનું ડ્રગ્સ

Bansari Gohel

ગુજરાતમાં શરૂ થશે ચોમાસાનો નવો રાઉન્ડ : આગામી 5 દિવસ જામશે વરસાદી માહોલ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Bansari Gohel

સુરત/ અલ્પેશ કથીરિયાના ભાઇએ કરી મારામારી, હોબાળો મચાવતા ઉઠાવી ગઇ ક્રાઇમ બ્રાન્ચ

Bansari Gohel
GSTV